Connect Gujarat
ટેકનોલોજી

ઈસરો પ્રાઇવેટ કંપનીઓની મદદથી તૈયાર કરેલ સેટેલાઇટ લોન્ચ કરશે

ઈસરો પ્રાઇવેટ કંપનીઓની મદદથી તૈયાર કરેલ સેટેલાઇટ લોન્ચ કરશે
X

અંતરિક્ષ ક્ષેત્રે કાર્યરત ભારતીય કંપનીઓ માટે ગુરુવારનો દિવસ મહત્વનો રહેશે. કારણ કે ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્સ ઓર્ગેનાઇઝેશન)એ પહેલીવાર ખાનગી કંપનીઓ સાથે સહકાર સાધીને ઉપગ્રહ લોન્ચ કરશે. આ સેટેલાઇટનું નામ આઇ.આર.એન.એસ.એસ. 1 એચ છે. શ્રીહરિકોટા સ્થિત કેન્દ્રમાંથી સાંજે 6.59 વાગ્યે આ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે. ઉપગ્રહ પી.એસ.એલ.વી-સી-39રોકેટ દ્વારા ભ્રમણ કક્ષામાં તરતો મુકાશે.

ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમનો આઠમો ઉપગ્રહ છે. 1425 કિગ્રા વજનનો આ ઉપગ્રહ આઇ.આર.એન.એસ.એસ-1નું સ્થાન લેશે. જૂના ઉપગ્રહની પરમાણુ ઘડિયાળ કામ કરતી અટકી ગઈ છે. ઇસરોના જણાવ્યા પ્રમાણે આ પહેલીવાર ખાનગી કંપનીઓ સાથે સહકાર સાધવામાં આવ્યો છે.

આઇઆરએનએસએસ-1 એચના નિર્માણમાં ખાનગી કંપનીઓનો 25 ટકા હિસ્સો છે. આ અગાઉ ઉપગ્રહના નિર્માણમાં ખાનગી કંપનીઓની મદદ માત્ર હાર્ડવેર, સૉફ્ટવેર પાર્ટ્સ અને જરૂરી સામગ્રી પૂરી પાડવા પૂરતી મર્યાદિત હતી.

Next Story