Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં ગણેશ વિસર્જનની પૂર્વ સંધ્યાએ પોલીસે ફ્લેગ માર્ચ યોજીને સબ સલામતના દર્શન કરાવ્યા

અંકલેશ્વરમાં ગણેશ વિસર્જનની પૂર્વ સંધ્યાએ પોલીસે ફ્લેગ માર્ચ યોજીને સબ સલામતના દર્શન કરાવ્યા
X

અંકલેશ્વરમાં વિઘ્નહર્તા દેવનું વિસર્જન વિઘ્ન રહિત પાર પાડવા માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે, અને પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

તારીખ 5મી સપ્ટેમ્બર મંગળવારનાં રોજ લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે વિઘ્નહર્તા દેવનું વાજતેગાજતે વિસર્જન કરવામાં આવશે. અંકલેશ્વર શહેરનાં ગણેશ વિસર્જનનાં રૂટ પર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી, અને નગરજનોને સબ સલામતીનાં દર્શન કરાવ્યા હતા.

આ અંગે માહિતી આપતા અંકલેશ્વર શહેર પોલીસ મથકનાં પીઆઇ સી.આર. રાણાએ જણાવ્યું હતુ કે ગણેશ વિસર્જન સમયે 127 પોલીસ કર્મીઓ, SRPની 7 ટુકડીઓ, હોમગાર્ડના 205 જવાનો, 8 PSI, 2 પોલીસ ઇન્સ્પેકટર, 1 Dysp, 1 ASP, ક્વિક રિએક્શનની એક ટીમ, LCB, SOG પોલીસની ટીમ, સ્પેશિયલ ફોર્સનાં કમાન્ડો, બોમ્બ સ્ક્વોર્ડ સહિતની ટીમ ખડે પગે બંદોબસ્તમાં ફરજ બજાવશે.

આ ઉપરાંત ગણેશ વિસર્જન દરમિયાન પોલીસની તીસરી આંખ એટલે કે વિસર્જનના રૂટ પર 46 સીસીટીવી કેમેરા થી પણ બાજ નજર રાખવામાં આવશે. જ્યારે મોટી ગણપતિની પ્રતિમાઓને વિના સંકટે વિસર્જન કરવા માટે નવા બોરબાઠાનાં જળકુંડ, નર્મદા નદીના દક્ષિણ છેડે મળીને ક્રેઈન પણ ગોઠવવામાં આવી છે. જ્યારે નદીમાં તરવૈયાની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.

પીઆઇ સી.આર. રાણાએ પોલીસ અને પ્રશાસનને ગણેશ વિસર્જન દરમિયાન જરૂરી સાથ સહકાર આપવા માટેની લોકોને અપીલ પણ કરવામાં આવી છે.

Next Story