Connect Gujarat
બ્લોગ

શિક્ષકની બે શબ્દમાં સચોટ વ્યાખ્યા : હયુમન એન્જિનિયર

શિક્ષકની બે શબ્દમાં સચોટ વ્યાખ્યા : હયુમન એન્જિનિયર
X

ભરૂચની નારાયણ વિદ્યા વિહારમાં ‘શિક્ષક દિન’ની ઉજવણી કરવામાં આવી હતી. કવિ શ્રી સુરેશ દલાલે જેમના માટે એવું લખેલું કે કવિ શ્રી કૃષ્ણ દવે કાવ્યપાઠ કરવાના છે, એની તારીખ, સમય અને સ્થળ તમને જાણ થાય તો સો કામ પડતા મુકીને દોડી જજો નિરાશ નહિ થાવ.

કૃષ્ણ દવે: લોકશાહીની સાંકળ ખખડી / બુઢીમાંની ખબર કાઢવા જાણે બેટી આવી / મશીન પણ આ મતદાતાનો/ કેવો રાખે ખ્યાલ

જેના પર એ મુકે આંગળી બત્તી ધરતો લાલ.

મને સુગરકોટેડ એક જીભ જડી ગઈ

મને તાલી સંભાળવાની ટેવ પડી ગઈ

પણ! આ માઈક મળે તો કોઈ છોડે ?

છેલ્લે મારા કાનજીના વેબસાઈટ એટલી વિશાળ (વાંસલડી ડોટ કોમ કાવ્યસંગ્રહમાં છે.)

કૃષ્ણ દવે એટલે કંઠસ્થ કવિ.

વર્ગખંમાં કવિતા ભણાવતા શિક્ષકોને એમને ભાર અને ભાવપૂર્વક અરજ કરી છે ભાવાનુંસારી અને સાભિનય કાવ્યપાઠ કરો.

વાલીઓને ઉદ્દેશીને લખેલું ગીત:

‘લિખિતંગ કાગડો કાણો’ સાંભળી કરતલધ્વનિનો નાદ પ્રાર્થનાખંડમાં ગૂંજી ઉઠ્યો.

મૂર્ધન્ય કવિ શ્રી રાજેન્દ્ર શાહને ભરુચમાં સાધના-આશ્રમમાં રૂબરૂ મળ્યાં હતા એ વર્ષોને વાગોળી મોટા ગજાના (ગજવાના નહિ) કવિ કેવા હોય!

એમનો સંપર્ક થાય અને કેવી

લેખનમાં રંગત આવે એના ઉદાહરણરૂપ એક કવિતા રજૂ કરી :

આપણે તો ભાઈ ક્યાંય ગયા નહિ

એક પછી એક બારણા સામેથી

જુઓને ખુલતા આવ્યાં.

શિક્ષક દિન માટે સચોટ પંક્તિ: શિક્ષકનું કાર્ય શું ?

આપણું તો ભાઈ કામ છે એવું

આભના વાદળ લૂછવા જેવું.

શિક્ષક કેવો હોય ? ખમીરવંતો.

કોઈ ઊગાડે એમ કદી ઉગવાનું નહિ

આપણે તો આવળને ખાવળની જાત

ધાર્યું નિશાન કદી ચુકવાનું નહિ.

શિક્ષક એટલે: હયુમન એન્જિનિયર

Next Story