Connect Gujarat
દેશ

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટાઉનહોલમાં અડીખમ ગુજરાત વિષય પર યુવાનોને કર્યું સંબોધન

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટાઉનહોલમાં અડીખમ ગુજરાત વિષય પર યુવાનોને કર્યું સંબોધન
X

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજયસભાનાં સાંસદ અમિત શાહે અમદાવાદ ખાતેનાં ટાઉનહોલમાં અડીખમ ગુજરાત વિષય પર લાખો યુવાનોને વિડીયો કોન્ફરન્સ થી સંબોધન કર્યું હતુ.

ભાજપનાં અડીખમ ગુજરાત અભિયાન અંતર્ગત ઓનલાઈન ટાઉનહોલનાં માધ્યમથી અમિત શાહે સંબોધનમાં કોંગ્રેસનાં ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર સીધા પ્રહારો કર્યા હતા.

અમિત શાહે વોટ્સએપ, ટ્વિટર, વેબસાઈટ, ફોન, ફેસબુક વગેરે માધ્યમથી આવેલા યુવાનોનાં પ્રશ્નોનાં જવાબ પણ આપ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધન કર્યું હતુ, અને જણાવ્યુ હતુ કે આપણું ગુજરાત આગવું ગુજરાત, શક્તિશાળી ગુજરાત છે. ગુજરાતીઓના ખમીરના તેઓએ વખાણ કર્યા હતા.

Next Story