Connect Gujarat
ગુજરાત

"ગાના" મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા આયોજીત સમુહ ગીત સંગીતનાં મધુર રસથી તૃપ્ત થતા રસિકો

ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા આયોજીત સમુહ ગીત સંગીતનાં મધુર રસથી તૃપ્ત થતા રસિકો
X

અંકલેશ્વર જીઆઇડીસી એઆઈએ હોલ ખાતે "ગાના" મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા ઉદ્યોગ મંડળનાં સહયોગ થી સંગીત ક્ષેત્રે લોકોમાં છુપાયેલી પ્રતિભાને ઉજાગર કરવા માટે તારીખ 9મી સપ્ટેમ્બર શનિવારની રાત્રે 9 કલાકે સમુહ ગીત અને સુગમ સંગીતનો અદ્દભુત સમન્વયનો તોફાની વાયરા - 2, રંગ રંગ વાદળીયાનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેકટર સંદીપ સાંગલે, ASP રવિ મોહન સૈની, જાણીતા લોકગાયક અભેસિંહ રાઠોડ, ઉદ્યોગ મંડળનાં પ્રમુખ મહેશ પટેલ, તેમજ ઉદ્યોગ અગ્રણીઓ તથા સંગીત રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સમુહ ગીત અને સુગમ સંગીતનાં તોફાની વાયરામાં મહિલાઓ, બાળકો તેમજ સંગીત શિક્ષક તન્મય મિશ્રાએ ગીત સંગીતનાં સુર રેલાવીને સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. જ્યારે ભરૂચ જિલ્લા કલેકટર સંદીપ સાંગલેનાં ધર્મપત્નીએ પણ ગુજરાતી ગીતનાં સુર રેલાવ્યા હતા.

ભરૂચ જિલ્લા કલેકટર સંદીપ સાંગલેએ સમુહ ગીત અને સુગમ સંગીતનાં ભવ્ય કાર્યક્રમ બદલ "ગાના" મ્યુઝિક લવર્સ ગૃપનાં આ પ્રયાસને બિરદાવ્યો હતો.

જયારે "ગાના" મ્યુઝિક લવર્સ ગૃપનાં નરેશ પુંજારાએ સમુહ ગીત સંગીતમાં ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

સંગીતનાં આ સુમધુર કાર્યક્રમ પ્રસંગે અંકલેશ્વરનાં ASP રવિ મોહન સૈનીનાં જીવન પર આધારિત એક ઝલક રજુ કરતો અને કનેક્ટ ગુજરાત ન્યુઝ પોર્ટલ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિડીયોને સ્ક્રીન પર રજુ કરવામાં આવ્યો હતો, જેને પણ ઉપસ્થિત સંગીત પ્રેમીઓએ વધાવી લીધો હતો. ASP રવિ મોહન સૈનીએ પણ આ યાદગાર વિડીયો માટે કનેક્ટ ગુજરાતનો આભાર વ્યક્ત કર્યો હતો.

Next Story