Connect Gujarat
ગુજરાત

મારવાડી કોલેજના પ્રોફેસર સામે પૂર્વ વિદ્યાર્થીનીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર

મારવાડી કોલેજના પ્રોફેસર સામે પૂર્વ વિદ્યાર્થીનીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર
X

રાજકોટ શહેરની મારવાડી કોલેજનાં પ્રોફેસર સિરાજ બ્લુચ વિરુદ્ધ પુર્વ વિદ્યાર્થીની એ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા શિક્ષણ આલમમાં ચકચાર મચી ગઈ હતી.

સિરાજ બ્લોચ અને તેની પત્ની છેલ્લા 6 વર્ષથી મારવાડી કોલેજમાં પ્રોફેસર તરીકે કાર્યરત છે. સિરાજ બ્લોચ એમબીએ ડિપાર્ટમેન્ટની અંદર ફરજ બજાવે છે. જ્યારે તેની પત્ની તરન્નુમ આઈટી ડિપાર્ટમેન્ટની અંદર કાર્યરત છે.

યુવતીએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા મુજબ સિરાજ બ્લોચને તેની પત્નિ થી સંતાન ન થતા અને ફિઝિકલ રિલેશન ન હોવાનું કહી લગ્નની લાલચ આપી કોલેજની પૂર્વ વિદ્યાર્થીની અને તેના બિઝનેશમાં ભાગીદાર યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતુ. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા મહિલા પોલીસે આરોપી પ્રોફેસરની ધરપકડ માટેનાં ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story