Connect Gujarat
બ્લોગ

દર્દી ને જે ડોકટર અહેસાસ કરાવે: ‘મેં હું ના’ એ જ પદ્મશ્રી સન્માન પ્રાપ્ત કરી શકે!

દર્દી ને જે ડોકટર અહેસાસ કરાવે: ‘મેં હું ના’ એ જ પદ્મશ્રી સન્માન પ્રાપ્ત કરી શકે!
X

શનિવાર, તા.૧૬મી સપ્ટેમ્બર, ભરૂચ જિલ્લાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.

પૂનમચંદ દેવચંદ શ્રોફ રોટરી હોલમાં મંચ પર એકસાથે બે પદ્મશ્રી, ડૉ.સુધીર વાડીલાલ શાહ અને ડૉ. કુમારપાળ દેસાઈ એમની સાથે જિલ્લા સમાહર્તા શ્રી સંદિપ સાંગલે, ધારાસભ્ય શ્રી દુષ્યંત પટેલ અને ભરૂચ જિલ્લાની સ્વૈચ્છિક સંસ્થાઓને એક માળામાં પોરવી મેરુ બનનાર શ્રી કમલેશભાઈ ઉદાણી.

ભરૂચના સપૂતનું સન્માન,ભરૂચના પનોતા પુત્રનું સન્માન,બી.ઈ.એસ.યુનિયન હાઇસ્કુલના ભૂતપૂર્વ વિધાર્થીનું સુપુત્રનું સન્માન ડૉ.રાજુભાઈ શેઠ, ડૉ.વનરાજસિંહ મહિડા જેઓ જેમની સાથે સ્કૂલ કે કોલેજમાં એક બેંચ પર બેસીને મેડિસીનનો અભ્યાસ કરતા હતા એમનું સન્માન એવા પદ્મશ્રી સુધીર વાડીલાલા શાહ એમને વર્ષ ૨૦૧૬માં પદ્મશ્રી મળ્યો એ ભરૂચને અર્પણ કરે ત્યારે આખો સભાખંડ કરતલધ્વનિથી ગાજી ઉઠે.

ભરૂચ જિલ્લાની પચાસથી વધુ સ્વૈચ્છિક સંસ્થાઓએ પદ્મશ્રી ડૉ.સુધીર શાહને સન્માનપત્ર, શાલ, પુસ્તક, સ્મૃતિભેટ, પુષ્પગુચ્છ આપ્યા ચેનલ નર્મદાના ડિરેક્ટર અને સિટિઝન કાઉન્સીલના હરીશ જોશીએ સન્માનપત્ર વાંચન કરી પદ્મશ્રી કુમારપાળ દેસાઈને પદ્મશ્રી ડૉ.સુધીર દેસાઈને અર્પણ કરવા વિનંતી કરી ત્યારે સૌએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. પદ્મશ્રી સુધીર શાહે પોડિયમ પર આવી સન્માનનો પ્રતિભાવ આપતા એટલી નમ્રતાપૂર્વક કહ્યું કે ‘આઈ હેવ નોટ વેસ્ટેડ અ સીંગલ સેકન્ડ ઇન માય લાઈફ’ જ્ઞાન સિવાય કોઈની પાસે કશુંજ મેળવાની કોશિષ કરી નથી, મને મળેલું જ્ઞાન મેં હમેશા વહેંચ્યું છે. આમ કરવાથી મને સવાયું પ્રાપ્ત થયું છે. પદ્મશ્રી એવોર્ડ મને મળે એ માટે કોઈજ પ્રયત્ન કર્યો નથી. સત્ય, પ્રેમ, જ્ઞાન સાધના કરવી,લોક કલ્યાણની ભાવના રાખી આજ સુધી જીવી રહ્યો છું.આર્થિક પાસુ મારા ધર્મપત્ની ચેતના ખૂબ સારી રીતે જાળવે છે.મારા મિત્રો, શુભેચ્છકો,શુભચિંતકોએ મને સાચવ્યો છે.હું માત્ર તબીબ નથી,મારા પુસ્તકો છે, યોગ અને સંગીત દ્વારા ઉપચારની પધ્ધતિઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રમાણિત થઇ છે.ભરૂચ મારું વતન છે, અમદાવાદ મારી કર્મભૂમિ રહી છે. ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠીઓ, વહીવટકર્તા, રાજનેતા, સમાજસેવકોને એક વિનંતી ભરૂચનો ૨૦૦૦ વર્ષનો ઈતિહાસ છે એને ભારતભરમાં હેરિટેજ સીટી તરીકે સ્થાન મળે એ માટેના પરિણામલક્ષી પગલા લો.’સુખોપનિષદ’ નામે પુસ્તક હું તૈયાર કરી રહ્યો છું, મને વિશ્વાસ છે કે પદ્મશ્રી કુમારપાળ દેસાઈ જે અમારા ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ છે એમની સાથે સહ-લેખ બની, પ્રકાશિત કરીશું. છેલ્લે એકવાત if you respect time, time will respect you.

Next Story