Connect Gujarat
દુનિયા

મેક્સિકોમાં 7.1ની તીવ્રતાનાં શક્તિશાળી ભૂકંપમાં 140 લોકોનાં મોત

મેક્સિકોમાં 7.1ની તીવ્રતાનાં શક્તિશાળી ભૂકંપમાં 140 લોકોનાં મોત
X

મેક્સિકો સિટીમાં 7.1 તીવ્રતાથી શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જેમાં 140થી વધુના મોત થયા હતા. મેક્સિકો 2 કરોડ આબાદી ધરાવતુ શહેર છે. શક્તિશાળી ભૂકંપ આવવા થી ત્યાંની કેટલીક બિલ્ડીંગ, અને ઘરોની ઇમારત ધરાશાય થઈ ગઈ હતી.

જાણવા મળ્યા મુજબ ભૂકંપ બાદ ઇમારતમાં નીચે કેટલાક લોકો ફસાયેલા છે, ભૂકંપના કારણે હવાઈ સેવા બંધ કરવામાં આવી છે, અને રાહત અને બચાવ કર્યા શરૂ કરી દીધુ છે.

અધિકારીઓનાં જણાવ્યા અનુસાર અકેલે રાજધાનીમાં 44 સ્થળો પર ઇમારત ધરાશાયી થઈ છે, બચાવ કર્મીઓ દ્રારા ઇમારત નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાનાં પ્રયાસો સાથે બચાવ કાર્ય શરુ કરવામાં આવ્યું છે.

Next Story