Connect Gujarat
ગુજરાત

જુના કોર્સ પ્રમાણેની બોર્ડ પરીક્ષા 25 ઓક્ટોબર થી 6 નવેમ્બર સુધી યોજાશે

જુના કોર્સ પ્રમાણેની બોર્ડ પરીક્ષા 25 ઓક્ટોબર થી 6 નવેમ્બર સુધી યોજાશે
X

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ઓક્ટોબરમાં લેવાનારી ધો. 12 સામાન્ય પ્રવાહની જુના કોર્સ પ્રમાણેની ખાસ બોર્ડ પરીક્ષા દિવાળીના તહેવારોને લઈને પાછી ઠેલવવામાં આવી છે. બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરીને આ પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે, અને 23મી ઓક્ટોબરને બદલે હવે 25મી ઓક્ટોબરથી પરીક્ષા શરૃ કરાશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ત્રણ મહિના પહેલા ધો.12 સામાન્ય પ્રવાહની જુના કોર્સ પ્રમાણેની ખાસ બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો.જે મુજબ દિવાળી વેકેશન દરમિયાન આ પરીક્ષા ગોઠવવામાં આવી હતી.19મી ઓક્ટોબર થી શરૃ થતા દિવાળી તહેવારો દરમિયાન 23મી ઓક્ટોબરથી આ પરીક્ષા શરૃ થતી હતી અને 3જી નવેમ્બર સુધી ચાલનાર હતી. પરંતુ ભાઈબીજ પછીના બીજા જ દિવસથી પરીક્ષા શરૃ થતી હોય શિક્ષકો અને કર્મચારીઓએ પરીક્ષા પાછી ઠેલવા માંગ કરી હતી.

Next Story