Connect Gujarat
ગુજરાત

સુરત 108નાં કર્મચારીઓએ કાળી પટ્ટી ધારાણ કરીને કર્યું વિરોધ પ્રદર્શન

સુરત 108નાં કર્મચારીઓએ કાળી પટ્ટી ધારાણ કરીને કર્યું  વિરોધ પ્રદર્શન
X

સુરતમાં 14 જેટલી માંગણીઓને લઈને 108નાં કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો.

24 કલાક લોક સેવામાં કાર્યરત રહેતા 108નાં કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓને લઈને કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતુ.

દક્ષિણ ગુજરાતમાં 15 જિલ્લાઓમાં 108 ઇમરજન્સી સેવાનાં કર્મચારીઓ એ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. અને તેઓએ સસ્પેન્ડ કરેલા 21કર્મચારીને પરત લેવા,12 કલાકને બદલે 8 કલાક નોકરીનો સમય રાખવો, કર્મચારીઓને 3 લાખનાં વીમો કવચ આપવા ઉપરાંત ટીએ ડીએમાં વધારાની માંગણી કર્મચારીઓ કરી રહ્યા છે.

વધુમાં પ્રતિવર્ષ 15 ટકાનું ઇન્ક્રીમેન્ટ અને દિવાળી બોનસ સહિત કામ કરતી બહેનો માટે ટોયલેટ અને અલાયદા રૂમની વ્યવસ્થા ઉપરાંત ગર્ભવતી મહિલાને 3 મહિનાની રજાની જોગવાઈ કરીને કર્મચારી પર લગાવેલ એસ્મા પરત ખેંચવાની માંગણી 108નાં કર્મચારીઓએ કરી છે.

જો તેઓની માંગણીઓ નહિ સંતોષાય તો આવનાર સમયમાં હડતાલનું શસ્ત્ર ઉગામવાની ચીમકી પણ 108નાં કર્મચારીઓએ ઉચ્ચારી હતી.

Next Story