Connect Gujarat
ગુજરાત

નવરાત્રીનાં પ્રથમ દિવસથી જ યુવાધન હિલોળે ચઢયુ

નવરાત્રીનાં પ્રથમ દિવસથી જ યુવાધન હિલોળે ચઢયુ
X

આસો નવરાત્રીની પ્રથમ રાત્રીએ જ યુવાધન મનમુકીને ગરબે ઘૂમી ઉઠયા હતા. અમદાવાદ, રાજકોટ, વડોદરા ,ભરૂચ, સુરત સહિતનાં શહેરો ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ નોરતાની પ્રથમ રાત્રિથી જ ગરબાનો રંગ જામ્યો હતો.

આદ્યશક્તિ નવરાત્રીનો પ્રારંભ થતાંજ ગરબા ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા ગ્રાઉન્ડમાં નજરે પડયા હતા. અને ગાયક વૃંદ દ્વારા ગરબાની રમઝટ શરુ કરવામાં આવતા ની સાથે જ યુવા હૈયાઓ મનમુકીને ગરબે રમ્યા હતા.

કુમ કુમનાં પગલા પડયા, માડીના હેત ધર્યા, કુમ કુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ,સાચી રે મારી સત રે ભવાની મા અંબા ભવાની મા, સહિતનાં પ્રાચીન અર્વાચીન ગરબાનાં તાલે ખેલૈયાઓ મનમુકીને ગરબે રમ્યા હતા.

જ્યારે ગરબા ઉપરાંત દાંડીયા રાસની રમઝટ પણ ખેલૈયાઓએ માણી હતી.

Next Story