Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરનાં પિલુદ્રા ગામની વન ખાડીમાં પ્રદુષિત પાણી ભળતા ખેડૂતોમાં રોષ

અંકલેશ્વરનાં પિલુદ્રા ગામની વન ખાડીમાં પ્રદુષિત પાણી ભળતા ખેડૂતોમાં રોષ
X

ખાડીનાં પાણીનો ખેડૂતો ખેતી અને પશુપાલનમાં કરે છે ઉપયોગ

અંકલેશ્વર તાલુકાનાં પિલુદ્રા ગામ માંથી પસાર થતી વન ખાડીમાં ઉદ્યોગોનાં પ્રદુષિત પાણી ભળતા ખેડૂતો રોષ વ્યક્ત કરી રહ્યા છે. અને જીપીસીબી દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાનાં પિલુદ્રા પાસે થી પસાર થતી વન ખાડીનાં પાણી ખેડૂતોની ખેતી માટે સંજીવનીની ગરજ સારે છે. આ ઉપરાંત ઢોર પણ ખાડીનાં પાણી જ પીવે છે. જોકે થોડા સમય થી ખાડીમાં પાનોલી ઉદ્યોગોનું પ્રદુષિત પાણી ભળતા ખેડૂતો સિંચાય માટે ખાડીનાં પાણીનો ઉપયોગ કરી શકતા નથી. જ્યારે પશુઓ માટે પણ વન ખાડીનું પાણી ઝેર સમાન બની ગયુ છે.

આ અંગે પિલુદ્રા ગામનાં અગ્રણી અને સરપંચ પતિ જીજ્ઞેશ ગીરીશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે ઉદ્યોગોનાં પ્રદુષિત પાણી વન ખાડીમાં ભળવાની કોઈ નવી વાત નથી પરંતુ જવાબદાર તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા વારંવાર ખાડીમાં ઉદ્યોગો પ્રદુષિત પાણી છોડી દેતા હોય છે, જેની સામે યોગ્ય કાર્યવાહી કરવાની તેઓએ માંગ કરી હતી.

જયારે પિલુદ્રા ગામનાં ખેડૂત જીજ્ઞેશ અમૃતલાલ પટેલે જણાવ્યુ હતુ કે હાલમાં શેરડી અને ડાંગરના પાકની વાવણી કરવામાં આવી રહી છે. પરંતુ વન ખાડીનાં પાણી પ્રદુષિત થવાનાં કારણે ખેતીનાં પાક માટે પણ જોખમ રૂપ બની રહ્યુ છે.

Next Story