Connect Gujarat
ગુજરાત

ભરૂચ-અંકલેશ્વર નવરાત્રી મહોત્સવમાં ગુજરાતી ફિલ્મ "રતનપુર" ની સ્ટારકાસ્ટે લીધી મુલાકાત

ભરૂચ-અંકલેશ્વર નવરાત્રી મહોત્સવમાં ગુજરાતી ફિલ્મ રતનપુર ની સ્ટારકાસ્ટે લીધી મુલાકાત
X

ગુજરાતી ફિલ્મ જગતમાં એક નવી વાર્તા સાથેની પ્રો લાઈફ એન્ટરટેનમેન્ટનાં બેનર હેઠળની અને દિગ્દર્શક વિપુલ શર્મા દિગ્દર્શિત અપકમિંગ મર્ડર મિસ્ટ્રી ફિલ્મ "રતનપુર" ની સ્ટારકાસ્ટે ભરૂચ અને અંકલેશ્વરનાં વિવિધ નવરાત્રી મહોત્સવની મુલાકાત લીધી હતી, અને ગરબે રમીને સૌને નવરાત્રી તેમજ વિજયાદશમી પર્વની શુભેચ્છા પાઠવી હતી.

ગુજરાતી ફિલ્મ રતનપુરનાં અભિનેતા તુષાર સાધુ, અભિનેત્રી પ્રિયંકા તિવારી, ઉદય ડાંગરે ભરૂચમાં સોનલ પાર્ટી પ્લોટ, પટેલ નગર તેમજ અંકલેશ્વરનાં ગુંજ ગરબા મહોત્સવ તથા રોટરી ક્લબ અંકલેશ્વર દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં મહેમાન બન્યા હતા.

પ્રો લાઈફ એન્ટરટેનમેન્ટ બેનર હેઠળની રતનપુર ફિલ્મનાં પ્રોડ્યૂસર એમ એસ જોલી અને કો પ્રોડયુસર યોગેશ પારિક અંકલેશ્વરનાં છે, તેથી અંકલેશ્વરનાં ગરબા રસિકોએ પણ રતનપુર ફિલ્મકાસ્ટનો પરિચય જાણીને અનેરો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ગરબા ખેલૈયાઓનાં જોશ અને જુસ્સાને વધારવા માટે ફિલ્મની સ્ટારકાસ્ટે ગરબે પણ ઘૂમી હતી.

આ મુલાકાત દરમિયાન રતનપુર ફિલ્મમાં અભિનયનાં ઓજસ પાથરનાર અભિનેતા તેમજ અભિનેત્રીએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીત દરમિયાન રતનપુર ફિલ્મ અંગેની રસપ્રદ માહિતી આપી હતી.

આ પ્રસંગે પ્રો લાઈફ એન્ટરટેનમેન્ટનાં અનુરિતકોર જોલી, ફિલ્મનાં કો પ્રોડયુસર યોગેશ પારિક અને શૈલેષ ડોડીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story