મ્યાનમારમાં થી રોહિંગ્યા શરણાર્થીઓને બાંગ્લાદેશ લઇ જતી હોડી સમુદ્રમાં ડૂબી જતા 63 લોકોનાં મોત થયા છે. મીડિયા દ્રારા જાણકારી મળી હતી કે હોડીમાં 80 લોકો સવાર હતા. જેમાં 50 બાળકો પણ હતા.

વધુ જાણવા મળ્યા મુજબ હોડી સમુદ્રમાં કિનારાથી થોડી જ દૂર હતી ત્યારે મૂશળધાર વરસાદ અને ઝડપી પવનને કારણે હોડી પલ્ટી ખાઇ ગઇ હતી. સ્થાનિક પોલીસ અધિકારીએ મિડીયાને જણાવ્યા અનુસાર 10 બાળકો અને પાંચ મહિલાઓના મૃતદેહો પાણીમાં તણાઇને સમુદ્ર કાંઠે આવી ગયા હતા. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંતોનિયો ગુતારેસે મ્યાનમારનાં નેતાઓને શરર્ણાથીઓની પીડા સમાપ્ત કરવાની અપીલ કરી છે.

 

LEAVE A REPLY