રોહિંગ્યાને મ્યાનમાર થી બાંગ્લાદેશ લઇ જતી હોડી સમુદ્રમાં ડૂબતા 63નાં મોત
BY Connect Gujarat30 Sep 2017 6:28 AM GMT
X
Connect Gujarat30 Sep 2017 6:28 AM GMT
મ્યાનમારમાં થી રોહિંગ્યા શરણાર્થીઓને બાંગ્લાદેશ લઇ જતી હોડી સમુદ્રમાં ડૂબી જતા 63 લોકોનાં મોત થયા છે. મીડિયા દ્રારા જાણકારી મળી હતી કે હોડીમાં 80 લોકો સવાર હતા. જેમાં 50 બાળકો પણ હતા.
વધુ જાણવા મળ્યા મુજબ હોડી સમુદ્રમાં કિનારાથી થોડી જ દૂર હતી ત્યારે મૂશળધાર વરસાદ અને ઝડપી પવનને કારણે હોડી પલ્ટી ખાઇ ગઇ હતી. સ્થાનિક પોલીસ અધિકારીએ મિડીયાને જણાવ્યા અનુસાર 10 બાળકો અને પાંચ મહિલાઓના મૃતદેહો પાણીમાં તણાઇને સમુદ્ર કાંઠે આવી ગયા હતા. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંતોનિયો ગુતારેસે મ્યાનમારનાં નેતાઓને શરર્ણાથીઓની પીડા સમાપ્ત કરવાની અપીલ કરી છે.
Next Story