આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ પાંચમી વનડે નાગપુર ખાતે રમાશે. ટીમ ઈન્ડિયા 4-1થી  શ્રેણી  જીતવાના  ઈરાદા સાથે ઉતરશે. ભારતે પહેલા જ સીરીઝ જીતી લીધી છે અને વનડેમાં તેને બેંચસ્ટ્રેથને અજમાવવાની તક મળી હતી પરંતુ ટીમ ઈન્ડિયાને 21 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. અને સતત 9 વનડે જીતવાની તક ચૂકી ગઈ.

ટીમ ઈન્ડિયા આજે જીતે તો ફરી આઈસીસી રેન્કિંગમાં નંબર વન ટીમ બની જશે. સાઉથ આફ્રિકા અને ભારતના રેટિંગ 119 છે પણ દક્ષિણ આફ્રિકા પોઈન્ટની ગણતરીમાં આગળ છે. ભારત આજે જીતે તો 33 વર્ષ  બાદ  પહેલી  વખત  ઓસ્ટ્રેલિયા સામે 4-1 થી શ્રેણી જીતી રેકોર્ડ નોંધનાવશે.

 

LEAVE A REPLY