Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં રક્તપિત્ત ડિટેક્શન અભિયાનનો પ્રારંભ

ભરૂચમાં રક્તપિત્ત ડિટેક્શન અભિયાનનો પ્રારંભ
X

ભરૂચ જિલ્લામાં તારીખ 3જી થી 12મી ઓક્ટોબર દરમિયાન રક્તપિત્ત ડિટેક્શન અભિયાનનો પ્રારંભ નગર પાલિકાનાં પ્રમુખ આર.વી.પટેલનાં હસ્તે કરવામાં આવ્યો હતો.

ભરૂચ આરોગ્ય વિભાગ અને જિલ્લા રક્તપિત્ત અધિકારીની કચેરી દ્વારા શહેરના અર્બન હેલ્થ સેન્ટર પુનિત નગર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ, અને રક્તપિત્ત ડિટેક્શન અભિયાનનો પ્રારંભ નગર પાલિકા પ્રમુખ આર.વી.પટેલનાં હસ્તે કરવામાં આવ્યો હતો.

આ અભિયાન અંતર્ગત રક્તપિત્ત અધિકારીની ટીમો ઘરે ઘરે ફરીને લોકોની તપાસ કરીને રક્તપિત્ત અંગે સારવાર આપશે, વધુમાં રક્તપિત્ત રોગ વિશે લોકોને માહિતી આપીને જાગૃતતા લાવવાનાં પ્રયાસો કરશે.

ભરૂચ જિલ્લામાં કુલ 1124 ટીમો આ અભિયાનમાં જોડાશે.અને કુલ 2,75,834 ઘરોની મુલાકાત લઈને 14,15,800 લોકોની તપાસ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.અને હાલમાં જિલ્લામાં 406 જેટલા દર્દીઓ રક્તપિત્તની સારવાર લઇ રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે.

આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કેશવકુમાર, જિલ્લા રક્તપિત્ત અધિકારી ડો.હિના ધ્રુવ સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story