Connect Gujarat
દેશ

LPG ગેસ સિલિન્ડર સહિત જેટ ફયુલમાં ભાવ વધારો 

LPG ગેસ સિલિન્ડર સહિત જેટ ફયુલમાં ભાવ વધારો 
X

પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધારા બાદ જેટ ઇંધણ પણ હવે મોંઘુ થઇ થયુ છે. જેટ ઇંધણમાં છ ટકાનો ધરખમ ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે.

જ્યારે સબસિડી વાળા એલપીજી સિલિન્ડરનાં ભાવમાં 1.50 રૃપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ અનુસાર દિલ્હીમાં હાલ એવીએશન ડર્બાઇન ફ્યૂલ (એટીએફ) પ્રતિ કિલો લિટરનો ભાવ 53,045 રૃપિયા છે. અગાઉ આ ઇંધણની કિંમત પ્રતિ કિલો લિટર 50,020 રૃપિયા હતી. એટલે કે એક સાથે રૃપિયા 3025નો વધારો ઝીકવામાં આવ્યો છે. જેને પગલે વિમાન ભાડા મોંઘા થઇ શકે છે.

જ્યારે એલપીજી ગેસ સિલિન્ડરમાં પણ 1.50 રૃપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સરકાર ગેસના બાટલા પર મળતી સબસીડી ખતમ કરવા માગી રહી છે. જેને પગલે લાખો ગરીબોને તેની અસર થવાની શક્યતાઓ છે. આ સબસીડીને ખતમ કરવાના ભાગરુપે સરકાર ગેસના બાટલાના ભાવમાં વધારા કરી રહી છે.

હાલ સબસીડી વાળા 14.2 કિલોનાં એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 488.68 રૃપિયાએ પહોંચ્યો છે.

Next Story