પીઢ અભિનેત્રી તથા રાજકારણી હેમા માલિનીને  હાલ રશિયામાં સન્માનિત કરવામાં આવી છે.  સિનેમા જગતમાં તેના વિશેષ યોગદાન માટે તેને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

હેમા માલિનીએ  ટ્વીટ કરીને  જણાવ્યું હતું કે, રશિયાના ચોથા ભારતીય ફિલ્મ મહોત્સવમાં હું રશિયા પહોંચી  હતી. મોસ્કોમાં ભારતીય સિનેમામાં યોગદાન બદલ મને પુરસ્કારથી નવાજવામાં આવી છે. રશિયાના લોકો આજે પણ મારા એટલા જ દીવાના છે, તે વાત અવિશ્વસનીય લાગે છે. મારા માટે આ ગૌરવશાળી ક્ષણ હતી.

અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે, ખાસ કરીને તેઓ મને સીતા અને ગીતાના ભાગ – 2 માં જોવા ઉત્સુક છે. જો 40 વર્ષ  પછી પણ હું આ ફિલ્મના ભાગ – ૨ માં કામ કરું તો તેઓ મને જોવા આતુર છે.

LEAVE A REPLY