Connect Gujarat
ગુજરાત

ભરૂચનાં સીતપોણ પ્રાથમિક કન્યા શાળાની છતનો સ્લેબ ધરાશાય થતા વિદ્યાર્થીઓનાં જીવ તાળવે ચોંટ્યા

ભરૂચનાં સીતપોણ પ્રાથમિક કન્યા શાળાની છતનો સ્લેબ ધરાશાય થતા વિદ્યાર્થીઓનાં જીવ તાળવે ચોંટ્યા
X

ભરૂચ તાલુકાનાં સીતપોણ ગામ ખાતેની પ્રાથમિક કન્યા શાળાની છતનો સ્લેબ અચાનક તૂટીને પડતા શાળામાં અભ્યાસ કરતા બાળકો સહિત શિક્ષકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

સીતપોણ પ્રાથમિક કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી હતી ત્યારે અચાનક છતનો સ્લેબ તૂટીને પડયો હતો, જેનાં કારણે શાળાનાં શિક્ષકગણમાં દોડધામ મચી ગઈ હતી.

જોકે સદ્દનસીબે કોઈ જાનહાની પહોંચી નહતી, પરંતુ શાળાનાં બિલ્ડીંગનું વહેલી તકે સમારકામ કરાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Next Story