ટ્યુનિશિયા અને મોરોક્કો ખાતે તારીખ 24 થી 29 ઓક્ટોબર 2017 દરમિયાન યોજાનાર ઇન્ટરનેશનલ કેલિગ્રાફી આર્ટ એક્ઝિબિશનમાં ભરૂચનાં ગોરી યુસુફ હુશેનનું સિલેક્શન થતા વિશ્વકક્ષાની પ્રદર્શનીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

ઘી એસોશિએશન દાર અલ ફાઉન્ડેશન ઓફ ગેબીસ – ટ્યુનિશિયા અને ટ્રેન્જીલ આર્ટ એસોશિએશન ઓફ મોરોક્કો દ્વારા આયોજીત આ એક્ઝિબિશનમાં ગોરી યુસુફ હુશેન પોતાની આર્ટ ગેલેરીમાં તૈયાર કરેલ 4 કૃતિઓનો સમાવેશ થયો છે.

ગોરી યુસુફ હુશેને જણાવ્યું હતુ કે ભારત તરફથી જે ચિત્રોની  રજૂઆત થશે તે અત્યંત જુના દસ્તાવેજોને આધારે  અને પ્રાચીન પધ્ધતિ થી બનાવેલ કાગળ અને કલરનો એક આર્ટ અને કેલિગ્રાફીનાં માધ્યમ થી ભારતીય કળાને દર્શાવવામાં આવશે. આજના સમાજ માટે જે ચિત્રોની રજૂઆત થશે તે પવિત્ર કુરાનની આયાતોની રજુઆત થશે જે એક શાંતિ અને સમૃધ્ધિનો સંદેશો આપે છે.

વિશેષમાં જયપુર ખાતે 14 થી 18 ડિસેમ્બર 2017 દરમિયાન યોજાનાર ઇન્ટરનેશનલ આર્ટ ફેસ્ટિવલમાં 50 થી વધુ દેશોને જયપુર આર્ટ સમિતિ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યુ છે. તેમાં ગોરી યુસુફ હુશેન 20 દેશોનાં કેલિગ્રાફી આર્ટીસ્ટોનાં સંગહસ્થાનાધિકારી તરીકે પ્રતિનિધિત્વ કરશે. ભારતમાં પ્રથમવાર 20 દેશોનાં કેલિગ્રાફી આર્ટીસ્ટો એક પ્લેટફોર્મ પર જયપુરમાં ભેગા થાય છે, જે ગોરી યુસુફ હુશેનનાં નિમણુંક હેઠળ છે,જે ભરૂચ અને દેશ માટે ગર્વની વાત છે.

1 COMMENT

LEAVE A REPLY