તેલુગુ કપલ નાગા ચૈતન્ય અને સમંથા રૂથ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ હિંદુ રીતિ-રિવાજથી લગ્ન કર્યા છે. ટોલીવુડની આ પોપ્યુલર જોડીની જ્યારથી સગાઈ થઈ છે ત્યારથી જ બંનેના લગ્નના સમાચાર ચર્ચામાં હતા. નાગા-સમંથાના ફેન્સ તેમને પ્રેમથી ચેસેમ બોલાવે છે. બંનેની જોડી જેટલી સુંદર છે એટલી જ રોમેન્ટિક બંનેની લવ સ્ટોરી છે. બંનેની પ્રથમ મુલાકાત 2009માં ફિલ્મ યે માયા ચેસાવના સેટ પર થઈ હતી. ડિસેમ્બર 2016માં બંને બીચ પર રજાઓ ગાળવા ગયા હતા. જ્યાં નાગાએ સમંથાને પ્રપોઝ કર્યુ હતુ. જે બાદ બંનેએ રોમેન્ટિક વેકેશનની તસવીરો ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કરી હતી. આ વર્ષે 20 જાન્યુઆરીએ બંનેએ સગાઈ કરી હતી. નાગા ચૈતન્યએ પોતાના રિલેશનશીપ વિશેની વાત સૌથી પહેલા તેના પિતા નાગાર્જુન સાથે શેર કરી હતી.

LEAVE A REPLY