Connect Gujarat
ગુજરાત

15 દેશી બોમ્બ મળી આવતાં ગુજરાત માં એલર્ટ કરાવાયું

15 દેશી બોમ્બ મળી આવતાં ગુજરાત માં એલર્ટ કરાવાયું
X

એક તરફ વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે છે અને બીજી તરફ અમદાવાદના દરિયાપુર પોલીસ સ્ટેશનની તંબુ ચોકીના પાછળના ભાગેથી 15 દેશી બોમ્બ મળી આવતા ચકચાર મચી ગઈ છે.

કચરાના ઢગલામાંથી 15 દેશીબનાવટના બોમ્બ મળી આવતા દરિયાપુર પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચ અને બોમ્બ વિરોધી દળ ઘટના સ્થળે પહોંચી ગયુ હતું। દરિયાપુર તંબુ ચોકીની પાછળના ભાગે સવારે સફાઈ કરવા આવેલા કામદારની નજર પડી કે કચરા પેટીમાં તંબાકુના ડબ્બાઓ પડ્યા છે.

તેણે ધ્યાનથી જોતા તેને ખ્યાલ આવી ગયો કે તે દેશી પ્રકારના બોમ્બ છે. એટલે તેણે તરત તંબુ ચોકીમાં હાજર પોલીસ અધિકારીને જાણ કરતા સિનિયર પોલીસ અધિકારીઓ અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દોડી આવ્યા હતા. સ્થળ ઉપર આવેલા બોમ્બ વિરોધી દળ બોમ્બની તપાસ કરતા તેમાંથી કાચના ટુકડા-ખીલ્લીઓ, છરા અને સ્ફોટક પદાર્થ મળી આવ્યા હતા. જો કે અમદાવાદના દરિયાપુરમાં બોમ્બ મળી આવ્યાના સમાચારને કારણે અહમદાવાદ સહીત ગુજરાત ભર માં પોલીસ ને ચોકસાઈ રાખવાની સૂચના આપી દેવાઈ છે.

Next Story