ગુજરાતી ફિલ્મનાં પ્રવાહને વધુ વેગવંતો બનાવવા માટે આવી રહી છે ફિલ્મ “રતનપુર”

195

ગુજરાતી ફિલ્મો હવે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ દર્શકોને મનોરંજન પૂરું પાડતી ફિલ્મો બની છે, પારિવારિક, કોમેડી, રોમાન્સ, એક્શન બાદ હવે મર્ડર મિસ્ટ્રી થકી ગુજરાતી ફિલ્મક્ષેત્રે નવા અધ્યાયનો પ્રારંભ થશે. પ્રો લાઈફ એન્ટરટેનમેન્ટ દ્વારા પ્રસ્તુત “રતનપુર” ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. જેને દર્શકો પણ ખુબ પસંદ કરી રહ્યા છે.

પ્રો લાઈફ એન્ટરટેનમેન્ટ બેનર હેઠળની ફિલ્મ રતનપુર થી ગુજરાતી ફિલ્મ પણ અન્ય ભાષાની ફિલ્મોની હરોળમાં અંક્તિ થશે,રતનપુર ફિલ્મનાં ડાયરેક્ટર વિપુલ શર્માએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે રતનપુર ફિલ્મ અન્ય ગુજરાતી ફિલ્મો કરતા અલગ છે, પારિવારિક, કોમેડી, રોમાન્સ થી ભરપૂર ફિલ્મો દર્શકોએ પસંદ કરી છે, ત્યારે હવે રતનપુર ફિલ્મમાં ફિલ્મ રસિકોને મર્ડર મિસ્ટ્રી થી ભરપુર મનોરંજન મળી રહેશે.

ફિલ્મમાં ગુજરાતી ફિલ્મોનાં જાણીતા અભિનેતા તુષાર સાધુ, અભિનેત્રી પ્રિયંકા તિવારી, વિશાલ વૈશ્ય, ઉદય ડાંગર, હરેશ ડાઘીયા, જય પંડયા, સુનિલ વાઘેલા, રિયા સુબોધ, શિવાની ભટ્ટે અભિનયના ઓજસ પાથર્યા છે.

રતનપુર ફિલ્મ દિગ્દર્શક વિપુલ શર્માએ વધુમાં જણાવ્યું હતુ કે આ ફિલ્મ ગુજરાતી ફિલ્મો ક્ષેત્રે મર્ડર મિસ્ટ્રીની વાર્તા સાથે એક નવો પ્રવાહ શરુ કરશે અને ગુજરાતની ધરતી સાથે જોડાયેલી ફિલ્મની વાર્તા છે જે દર્શકોને જરૂર પસંદ આવશે. વધુમાં ગુજરાતની માટીની વાર્તાને બહુ જ વાસ્તવિક રીતે શુટ કરવામાં આવી છે, જે દર્શકો હટ કે ફિલ્મ જોવાનું પસંદ કરે છે તેમના માટે રતનપુર ફિલ્મ બેસ્ટ ઓપશન છે.

ફિલ્મમાં  સંગીત જતીન પ્રતીકે આપ્યું છે,ફિલ્મનાં ગીતમાં લોકપ્રિય ગાયિકા સુનિધી ચૌહાણે સ્વર આપ્યો છે. કોરિયોગ્રાફર રાજીવ દિનકર, એક્શન ડાયરેક્ટર યુસુફ માસ્ટર અને પાર્થ હરિયાની,આર્ટ ડાયરેક્ટર મઝાર ખાન, ડાયરેકટર ઓફ ફોટોગ્રાફી રૂપાંગ આચાર્ય, અને પ્રશાંત ગોહેલ, પ્રોડયુસર કંટ્રોલર ફાલ્ગુન ઠાકોર, કોસ્યુમ ડિઝાઈનર પૌરવી જોષીની ટીમ દ્વારા ફિલ્મને સફળતાનાં શિખરે લઇ જવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી છે, જ્યારે પ્રો લાઈફ એન્ટરટેનમેન્ટનાં એમ એસ જોલી દ્વારા ફિલ્મને પ્રોડયુસ કરવામાં આવી છે.

ફિલ્મ પ્રોડયુસર એમ.એસ. જોલીએ એક વાતચીતમાં જણાવ્યું હતુ કે રતનપુર ફિલ્મની પ્રેરણા કેટલીક સત્ય ઘટનાઓથી મળી છે, અને ફિલ્મ સમાજનાં પ્રતિબિંબ સમાન છે. ફિલ્મમાં એક એક વસ્તુનું એટલી હદે ધ્યાન રાખવામાં આવ્યું છે કે ફિલ્મ જીવંત લાગી ઉઠે છે.

રતનપુર ફિલ્મનાં કો પ્રોડયુસર યોગેશ પારીક એક પત્રકાર છે જે કેટલીક હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી મીડિયા સાથે આશરે 14 વર્ષનો અનુભવ ધરાવે છે, આ ફિલ્મમાં મીડિયાનું મહત્વ અને મીડિયા ઇન્ડસ્ટ્રી વિશે પણ કેટલીક ઘટનાઓ સામેલ છે. યોગેશ પારીકે જણાવ્યું હતુ કે ફિલ્મનું વધુમાં વધુ શૂટિંગ ગુજરાતમાં થયું છે, અને એવી જગ્યાઓ એ થયું છે જે કેમેરાની નજરે જોતા વિદેશનું કોઈ પર્યટન સ્થળ લાગે છે. ફિલ્મમાં સમાજને એક સારો સંદેશ આપવામાં આવ્યો છે જે અતિ મહત્વનું છે.

રતનપુર ફિલ્મનું ટૂંક સમયમાં જ ટ્રેલર રિલીઝ કરવામાં આવશે અને દર્શકોને ભરપુર મનોરંજન પૂરુ પાડતી પ્રથમ મર્ડર મિસ્ટ્રી ફિલ્મ રતનપુર સિનેમા ઘરોમાં ધુમ મચાવશે.ફિલ્મના દિગ્દર્શક વિપુલ શર્માની આ ડાયરેકટર તરીકે ત્રીજી ફિલ્મ છે અને અગાઉ તેઓને લવ ઇઝ બ્લાઇન્ડ કે જે ફિલ્મ ગુજરાતના મલ્ટીપ્લેક્ષમાં પ્રથમ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઇ હતી,અને આ ફિલ્મ માટે તેઓને બેસ્ટ લેખક અને દિગ્દર્શકનો એવોર્ડ રાજ્ય સરકારનાં હસ્તે મળ્યો હતો.

આ ફિલ્મ ને સફળ બનાવા ફિલ્મના  એક્ઝીક્યુટીવ પ્રોડયુસર  શૈલેષ ડોડીયાનો  મહત્વનો ફાળો રહયો છે, ફિલ્મનું શૂટિંગ જંગલ અને અંતરિયાળ વિસ્તારમાં થયુ હોવાથી શૈલેષ ડોડીયાને ભારે જેહમતનો  સામનો કરવો પડ્યો હતો. ફિલ્મનાં  ક્રિયેટિવ પ્રોડયુસર ડો.ખુશ્બૂ પંડયા સોશ્યલ  મીડિયા ક્ષેત્રમાં PHD કરનાર ભારત દેશની પ્રથમ મહિલા છે, તેઓનાં  જ્ઞાનનો  ફિલ્મને અત્યંત લાભ મળ્યો છે, જે ફિલ્મ જોતાજ ઉડીને આંખે વળગશે.

LEAVE A REPLY