Connect Gujarat
લાઇફસ્ટાઇલ

જગજીત સિંહની ડોક્યુમેન્ટ્રી "કાગઝ કી કશ્તી" થોડા સમયમાં રિલીઝ થશે 

જગજીત સિંહની ડોક્યુમેન્ટ્રી કાગઝ કી કશ્તી થોડા સમયમાં રિલીઝ થશે 
X

દિવંગત ગઝલ ગાયક જગજીત સિંહના જીવન પર એક ડોકયૂમેન્ટ્રી બની છે. ફિલ્મ મેકર બ્રહ્માનંદ એસ સિંહની આ ડોકયૂમેન્ટ્રી વર્ષ ૨૦૧૮ના ફેબ્રુઆરી મહિનામાં રિલીઝ થશે.

સુમધુર અવાજના શહેનશાહ એવા જગજીત સિંહના જીવન પરથી બનેલી ડોકયૂમેન્ટ્રી ફિલ્મનું નામ કાગઝ કી કશ્તી રાખવામાં આવ્યુ છે. આ ડોકયૂમેન્ટ્રી ફિલ્મ જગજીત સિંહના જીવન પર બનાવવામાં આવી છે. એક નાના ગામડામાં પોતાનું ગુજરાન ચલાવવા સંગીતના શરણે જાય છે અને કઇ રીતે વિશ્વવિખ્યાત બની જાય છે તે આ ફિલ્મમાં પ્રસ્તુત કરાયુ છે.

ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનના શ્રીગંગાનગર અને મુંબઇમાં કરાયુ છે. ફિલ્મમાં સિંહના પત્ની ચિત્રા સાથે અન્ય કલાકારો જોવા મળવાના છે. આ ડોકયૂમેન્ટ્રી ફિલ્મમાં જગજીત સિંહના જીવનને રસપ્રદ રીતે રજૂ કરાયો હોવાની વાત ફિલ્મના દિગ્દર્શકે જણાવી હતી.

Next Story