Connect Gujarat
ગુજરાત

દાહોદ માંથી 73 લાખ ઉપરાંતની જૂની નોટો સાથે 4 ઝડપાયા

દાહોદ માંથી 73 લાખ ઉપરાંતની જૂની નોટો સાથે 4 ઝડપાયા
X

નોટબંધીને હવે એક વર્ષનો સમય થવા આવ્યો છે, અને આર્થિક વ્યવહારો પણ હવે રાબેતા મુજબ ચાલી રહ્યા છે, ત્યારે હજી પણ જૂની નોટો ઝડપાવાનો સિલસિલો યથાવત રહ્યો છે.

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાનાં ગામડી ગામેથી 73 લાખ કરતા પણ વધુની 500 અને 1000નાં દરની જુની નોટો સાથે 4 આરોપીઓ ઝડપાયા છે. આ આરોપીઓમાંથી 3 સુરતના અને 1 નવસારીનો હોવાનું જાણવા મળ્યુ છે.

પોલીસે ચોક્કસ બાતમીનાં આધારે દેવગઢ બારીયાનાં ગામડી ગામે વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક ઇનોવા કાર શંકાસ્પદ રીતે પસાર થતા પોલીસે કારને અટકાવી હતી, અને કારમાં તલાસી લેતા તેમાંથી એક થેલો મળી આવ્યો હતો. જેની તપાસ કરતાં તેમાંથી 500 અને 1000ના દરની જુની ચલણી નોટોના બંડલ મળી આવ્યા હતા. અને જૂનું પ્રતિબંધિત ચલણ રૂપિયા 73 લાખ ઉપરાંતનું હોવાનું પણ જાણવા મળ્યુ છે.

પોલીસે ચિરાગ પટેલ, કેતન મેશુરીયા, પ્રિતેશ પટેલ અને નરેશ આહીરની ધરપકડ કરી હતી. અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story