જમ્મૂ-કાશ્મીરના બાંદીપોરાના હાઝિન વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સિક્યુરિટી ફોર્સે 2 આતંકીઓને મોતને ઘાટે ઉતાર્યા હતા. આતંકીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના 2 જવાન પણ શહીદ થયા છે. આતંકીઓ લશ્કર-એ-તોયબાના હોય તેવી જાણકારી મળી હતી.

સૂત્રના આધારે જમ્મુ-કાશ્મીર પોલીસે મંગળવારે મોડી રાતે હાઝિન વિસ્તારમાં આતંકવાદીઓને ઘેરી લીધા હતા. સેના અને આતંકવાદીઓ વચ્ચે આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યાથી સામ સામે ગોળીબાર થઈ રહ્યો હતો. ત્યારથી જ અહીંયા 3થી 4 આતંકીઓ છુપાયા હોવાની આશંકા હતી.

LEAVE A REPLY