રાહુલ ગાંધી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે ત્યારે તેમણે આરએસએસની મહિલા સ્વયંસેવકોના પહેરવેશને લઈ એક ટીપ્પણી કરી હતી. જે બાદ રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદી બેન પટેલે રાહુલ પર વળતો પ્રહાર કરતા કહ્યુ હતુ કે રાહુલે મહિલાઓનુ અપમાન કર્યુ છે. તેમજ રાહુલ ગાંધીએ મહિલાઓની માફી માંગવી જોઈએ. રાહુલત્યારે આ મામલે રાજકોટ ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન આપવામાં આવ્યુ હતુ. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ધર્મ પત્ની અંજલીબેન રૂપાણી, વિધાનસભા 71ના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા તેમજ ડેપ્યુટી મેયર દર્શીતા શાહ સહિતનાઓ એ રાહુલ ગાંધીના પુતળાને ચણીયા ચોળી તેમજ બંગળી પહેરાવી વિરોધ પ્રદર્શીત કર્યો હતો.

LEAVE A REPLY