રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક દ્વારા ખેડૂતો માટે શિબિરનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત એક લોકડાયરાનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ લોકડાયરામા જાણીતા ભજનીક ફરીદા મીરે લોકોને પોતાના સુરથી મંત્રમુગ્ધ કરી દીધા હતા. તો સાથો સાથ ખુદ પૈસાનો વરસાદ કરવા મંત્રી જયેશ રાદડીયા પણ નજરે પડયા હતા. ત્યારે જોત જોતામા ત્યા હાજર રહેલા લોકોએ મંત્રી જયેશ રાદડીયા પર પણ પૈસાનો વરસાદ શરૂ કર્યો હતો. રાજકોટ ડિસ્ટ્રીકટ કો- ઓપરેટીવ બેંક દ્વારા વિરપુર મુકામે ખેડૂત લક્ષી શિબિરમાં સહકારી મંડળીઓને 12 મોટર સાયકલનુ  ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતુ તેમજ સભાસદ ખેડૂતોના વારસદારોને ખેડૂત અકસ્માત વીમાના ચેકોનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ.

LEAVE A REPLY