વિદ્યાર્થીઓએ ગરીબ કલ્યાણ મેળામાં જતી બસોને રોકતા સમગ્ર મામલો ગરમાયો હતો

આજ રોજ ભરુચ ખાતે યોજાનાર ગરીબ કલયાણ મેળામાં જતી બસો ને એસ.ટી.ડ્રાઇવરોએ બસને ના રોકતા આક્રમકઃ બનેલ વિદ્યાર્થીઓ એ આમોદ ચાર રસ્તા ઉપર ઉભા થઇ જઇ બસો ને રોકી સરકાર વીરુધ્ધ સુત્રોચાર કરી તેઓ એ રોષ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે હાલમાં વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલતી હોવા થી વેહલી સવાર થી જ વિદ્યાર્થીઓ ભરુચ તરફ જવા માટે આમોદના ચાર રસ્તા ખાતે ભેગા થતા હોય છે ત્યારે ગરીબ કલયાણ મેળા જતી બસના ચાલકોએ બસને ના રોકતા ત્રણ બસોને રોકી વિદ્યાર્થીઓએ રસ્તા ને ચક્કાજામ કરયો હતો. જેના પગલે રસ્તા પર ટ્રાફીક જામના દ્રષ્યો પણ સજ્રાયા હતા જયારે આ સમગ્ર મામલા અંગેની જાણ આમોદ પોલીસ મથકમાં થતા પોલીસે દોડી જઇ આક્રોશ વ્યક્ત કરી રહેલા વિદ્યાર્થી ઓને સમજાવી મામલો થાળે પડતા આમોદ પોલીસે પણ હાશકારો અનુભવ્યો હતો.

 

 

LEAVE A REPLY