Connect Gujarat
ગુજરાત

બાકરોલ ગામે બોર માંથી નીકળતા લાલ પાણીનું કારણ ગેર કાયદેસર સલ્જ ડમ્પિંગ હોઈ શકે !

બાકરોલ ગામે બોર માંથી નીકળતા લાલ પાણીનું કારણ ગેર કાયદેસર સલ્જ ડમ્પિંગ હોઈ શકે !
X

અંકલેશ્વર તાલુકાનાં બાકરોલ ગામે આવેલ પાણીનાં બોર માંથી લાલ પાણી નીકળવાની ઘટના ને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે સ્થાનિક રહીશોની વારંવારની ફરિયાદોને ગંભીરતા થી ધ્યાનમાં લીધી હતી.

ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા પણ આ સમસસ્યાને સત્વરે હલ કરવા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડેને નિર્દેશ કરવામાં આવ્યા હતા. પાનોલી ઔદ્યોગિક સંગઠન દ્વારા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડેના અંકલેશ્વર સ્ટાફની મદદથી બાકરોલ ગામની આસપાસનાં વિસ્તારનાં ભૂગર્ભ જળની પરિસ્થિતિ અંગે લાંબા સમય થી તપાસ ચાલી રહી હતી, પરંતુ કઈંક ચોક્કસ પુરાવા હાથે લાગ્યા નહતા આજરોજ બાકરોલ ગામનાં ચોક્કસ વિસ્તારોમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ડ્રિલિંગ હાથ ધરાયુ હતુ. આશરે દસ ફૂટ જેટલા ડ્રિલિંગ બાદ કેટલીક જગ્યાઓ થી લાલ કલરનું કેમિકલ મળી આવ્યુ હતું.

આ કેમિકલ કોઈક બેજવાબદાર ઉદ્યોગ દ્વારા બાકરોલ ગામની સિમમાં ડમ્પ કરવામાં આવ્યુ હતુ તે હાલ પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે. આ પ્રકારનાં કેમિકલ સ્લજનાં કારણે બાકરોલ ગામનું ભૂગર્ભ જળ ખરાબ થયું હોવાનું પાનોલી ઔદ્યોગિક સંગઠનનાં પ્રમુખ બી એસ પટેલએ જણાવ્યુ હતુ.બાકરોલથી મળી આવેલ સલ્જ વેસ્ટ એક આવા કેમિકલનું છે જે માંડ જિલ્લામાં બેજ કંપની બનાવે છે. જેથી એ પણ અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે આ સલ્જ જિલ્લા બહારની કોઈક કંપની દ્વારા ડમ્પ કરાવ્યુ હોય.

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડેનાં અંકલેશ્વરનાં પ્રાદેશિક અધિકારી આર બી ત્રિવેદીએ આ અંગે જણાવ્યું હતું કે માનવ અધિકાર પંચમાં થયેલ ફરિયાદ બાદ જિલ્લા સમાહર્તાને આ અંગે તપાસનાં આદેશ અપાયા હતા. જે અંગે એક કમિટીએ ગુરુવારે બાકરોલ ગામની મુલાકાત લીધી હતી અને કેટલીક શંકાસ્પદ જગ્યાઓએ ડ્રિલિંગ કરાતા આજરોજ કેમિકલ વેસ્ટ ડમ્પ કરાયો હોવાના પુરાવા મળી આવ્યા છે. જે અંગે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા સેમ્પલ લઇ યોગ્ય તપાસ હાથ ધરવામાં આવી છે. તેઓએ ઉમેર્યું હતું કે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે અંકલેશ્વર દ્વારા બાકરોલ મુદ્દે વર્ષ 2015 થી સેમ્પલિંગ અને કડક કાર્યવાહી ચાલી રહી છે. પરંતુ આ સમસ્યા તેનાથી પણ જૂની હોઈ શકે તેથી આજરોજ પ્રાથમિક પુરાવા મળી આવ્યા છે. જેના આધારે યોગ્ય તપાસ બાદ રિપોર્ટ જિલ્લા સમાહર્તાને સોંપવામાં આવશે.

Next Story