રાજકોટ મહાનરગપાલિકા ખાતે ગુજરાત આશા હેલ્થ વર્કર્સ યુનિયનની બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. આશા વર્કર્સ બહેનોએ હાથમાં બેનરો લઈ કમિશ્નરને મળવા જઈ રહ્યા હતા. ત્યારે જ મહિલા સુરક્ષા કર્મીઓ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી તો આશા વર્કર્સ બહેનો દ્વારા નારીનુ શોષણ બંધ કરોના નારા લગાવવામાં આવ્યા હતા.આશા કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા આશા હેલ્થ વર્કર્સ બહેનોએ જણાવ્યુ હતુ કે છેલ્લા ઘણા સમયથી તેમની માંગ છે. કે તેમને કામને અનુરૂપ તેમને વેતન આપવામાં આવે. જો કે છેલ્લા કેટલાંય સમયથી તેમની માંગ પુરી કરવામાં આવી રહી નથી. જેથી તેઓ કમિશ્નરને મળી તેમને આવેદન પાઠવવાના હતા જે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી હતી

LEAVE A REPLY