હાર્દિક પર રાષ્ટ્રધ્વજના અપમાનનો ગુનો પાછો ખેંચવાનો આદેશ કરતા ડો. વિક્રાંત પાંડે

222

રાજ્ય સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન સમયે રાજ્ય ભરમાં થયેલ પાટીદારો પર કેસ પાછા ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે 42 કેસ એવા છે કે જે અંગે હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેમાં હાર્દિક પટેલનો રાજદ્રોહનો કેસ પણ સામેલ છે. ત્યારે હાર્દિક પટેલ વિરુદ્ધ રાજકોટ ગ્રામ્યના પડધરી પાસે રાષ્ટ્રધ્વજના અપમાનનો ગુનો નોંઘવામાં આવ્યો હતો. જે કેસ હજુ પણ પડધરી કોર્ટમાં ચાલુ  છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડે દ્વારા હાર્દિક પટેલ વિરુદ્ધ રાષ્ટ્રધ્વજના અપમાનનો કેસ પાછો ખેંચવામાં આવ્યો છે.

 

LEAVE A REPLY