Connect Gujarat
દેશ

દિપ પ્રગટાવો અને શુભતા પામો, જાણો કઈ રીતે તૈયાર થાઈ છે કોડિયા

દિપ પ્રગટાવો અને શુભતા પામો, જાણો કઈ રીતે તૈયાર થાઈ છે કોડિયા
X

દિપાવલીનો તહેવાર નજીક આવ્યો છે. ત્યારે આજે અમે તમને જણાવવાના છીએ કે શા માટે દિપાવલીમાં દિપ પ્રગટાવવાનું મહત્વ હોઈ છે. શુ કામ વર્ષો જૂનિ આપણી પરંપરામાં ગવાયૂ છે કે દિપો જ્યોતી નમોસ્તૂતે. શા માટે દિપાવલીની અંધારી અમાસની રાતે દિપ પ્રગટાવવાનુ હોઈ છે અનેરૂ મહત્વ.

શું છે દિવડા પ્રગટાવવા પાછળનું મહત્વ ?

દિપાવલીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ગૂજરાતીઓ માટે તો આ તહેવાર ખૂબજ મહ્તવનો હોઈ છે. કારણકે દિપાવલીનો દિવસ એ ગૂજરાતીઓના વિક્રમ સંવતનો આખરી દિવસ હોઈ છે. ત્યારે દિપાવલીનો તહેવાર જ્યારે નજીક આવી રહ્યો છે. ત્યારે નાના મોટા સૌ કોઈની અંદર આ તહેવારને લઈને આતૂરતા છવાઈ ગઈ હોઈ એવું લાગી રહ્યૂ છે. દિપાવલીના તહેવાર પર સૌ કોઈ પોતાના આંગણામાં કે ઘરની બહાર કે પછી ઉમરામાં દિવડા પ્રગટાવતા હોઈ છે. ત્યારે શુ આપને ખબર છે કે શુ મહત્વ હોઈ છે આ દિપ પ્રગટાવવા પાછળ નું. દિપાવલીના તહેવારના જે દિવસો હોઈ છે તે કૃષ્ણ પક્ષમાં આવતા હોઈ છે જેથી આકાશમાં ચંદ્રમાં દેખાતો નથી હોતો. ઘરના ઉંબરે દિપ પ્રગટાવવા પાછળ નો મુખ્ય હેતુ એ હોઈ છે કે ઘરની અંદર શુભ લક્ષ્મિનો વાસ થાઈ. તેમજ ઘરની અંદર શુભતા પણ જળવાઈ રહે. જ્યોતિષ શાસ્ત્ર મૂજબ ઘરના ઉંબરે દિપ પ્રગટાવવા થી ઘરની અંદર રહેલા ઘણા ખરાં વાસ્તૂ દોષો માંથી મૂ્ક્તિ મળે છે અને ઘરની અંદર રહેતા સભ્યોનુ સ્વાસ્થય સારૂ રહે છે તેમજ એક મેકની અંદર પ્રેમ અને સ્નેહ પણ અકબંધ રહે છે.

કેવી રીતે બને છે દિપ પ્રગટાવવા માટે ના કોઈડા?

દિપ પ્રગટાવવા માટે ના આ કોડિયા બનાવવાની રીતની વાત કરીયે તો સૌ પ્રથમ આ માટે લાલ માટી લેવામાં આવે છે. ત્યાર બાદ આ માટીનો પીંડ બાંધી તેને મઠારવામાં આવે છે. પીંડ ને મઠારાઈ ગ્યા બાદ તેને જૂદા જૂદા કોડિયાની ડાઈમાં નાખવામાં આવે છે. ત્યારબાદ ડાઈ ની અદર રહેલાં પિંડને ભઠ્ઠીની અંદર શેકવા મા આવે છે. ત્યારબાદ થોડાક સમય ભઠ્ઠીની અંદર રાખ્યા બાદ બધીડ ડાઈને ઠંડી પડવા દેવાઈ છે. ઠંડી પડ્યા બાદ તેની અંદરથી કોડીયાને બહાર કાઢવામાં આવે છે. તેમજ ત્યારબાદ તેને રંગોથી સુશોભીત કરવામાં પણ આવે છે.

એક દિવડો બનાવવા પાછલ મજુરને મળે છે માત્ર 10 પૈસા

જો કે અહિં એક વાત જાણવી તમારા માટે ખૂબજ જરૂરી છે કે દરેક કોડિયા બનાવવા પાછળ મજૂર ને માત્ર 10 પૈસા જ મળે છે. જેથી જો કોઈ મજૂર અંદાજે 3000 કોડિયા બનાવે તો તેને માત્ર 300 રૂપિયા જ મળવા પાત્ર હોઈ છે.

કઈ કઈ આવી છે દિવડામા આકર્ષક વેરાયટી?

દરેક દિવાળીએ કોડિયા બનાવતા યૂનિટના માલિકો દ્વારા દર વખતે કોઈ ને કોઈ અવનવી ડિઝાઈન બનાવવામાં આવતી હોઈ છે, જે તે વર્ષનું મૂખ્ય આકર્ષણ બની જતી હોઈ છે. આ વખતે લોકો માટે આવી રહેલી મૂખ્ય ડિઝાઈનોની વાત કરીયે તો..

લાભ શૂભ દિવા,

મોર દિવા,

સાથિયા દિવા,

રંગોલી દિવા,

ગણપતિ દિવા,

લક્ષ્મિ દિવા,

કૂબેર દિવા,

આમ તમારા માટે આ વખતે આવી રહી છે દિવાની અવનવી વેરાઈટીઝ. તો ચાલો ત્યારે દિપાવલીના પાવન અવસર પર દિપ પ્રગટાવવા માટે થઈ જાઓ તૈયાર અને કહો કે દિપ પ્રગટાવો અને શુભતા પામો.

Next Story