Connect Gujarat
ગુજરાત

ચાઈનીસ ઉજાશમાં ઓલવાઈ ગઈ પરંપરાગત દેશી દિવાની ઉજાશ

ચાઈનીસ ઉજાશમાં ઓલવાઈ ગઈ પરંપરાગત દેશી દિવાની ઉજાશ
X

ગુજરાતી કહેવત પ્રમાણે દિવાતળે અંધારૂ આ કહેવત ભરૂચમાં સાર્થક થઈ હોય તેમ લાગી રહયું છે.

ભરૂચનાં 60 વર્ષો થી પણ જુના કારીગર રતિલાલ પ્રજાપતિ વર્ષોથી દિવા બનાવતા હતા પણ આ વર્ષે ચાઈનીસ દિવાની માંગ વધતા વર્ષો જુના દિવા બનાવવાની કલા ચાઈનીસ દિવા સામે હારી ગઈ હોય તેમ લાગી રહ્યુ છે. કોડીયા બનાવવાની કલા રતિલાલભાઈને વારસાગત મળેલ આજે તેઓ જિંદગીનાં 78 વર્ષ પુરા કર્યા છે. તેઓ વષોથી કોડીયા બનાવે છે, પણ ઇકોફ્રેન્ડલી કોડીયાને ખરીદનાર ન મળતા પરંપરાગત કોડીયા બનાવવાનું કામ આ વર્ષ થી તેમને બંધ કર્યું છે.

વર્ષોથી દિવા બનાવવા થી ટેવાયેલા રતિલાલભાઈ પોતાના હાથે બનાવેલ દિવાના કોડીયાને હાથમાં લઈ આ દિવા તેમની જિંદગીમાં ઉજાશ ક્યારે લાવશે તેની રાહ જોઈ રહ્યા છે.

Next Story