Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં જયારે ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસને તાવ આવે છે: પીએમ મોદી

ગુજરાતમાં જયારે ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસને તાવ આવે છે: પીએમ મોદી
X

ગુજરાત રાજયમાં આગમી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે જોશભેર પ્રચારનો પ્રારંભ કર્યો છે. ગુજરાત ગૌરવ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર - અમદાવાદ વચ્ચે આવેલા ભાટ ગામ ખાતે એક મંચ પર ઉપસ્થિત રહીને ગૌરવ મહાસંમેલનને સંબોધન કર્યુ હતુ.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનની શરૂઆત કરતા જણાવ્યુ હતુ કે લોકો તમારી તાકાત જાણે છે કે કેમ? ખબર નથી. હું ભાજપનાં કાર્યકરોને ખરી રીતે જાણું છું. પીએમ મોદીએ કહ્યું તમે આપેલા આશીર્વાદ મારા માટે સૌભાગ્ય છે, આટલો મોટો કેસરીયા મહાકુંભ મેં જોયો નથી.

પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસને વધુ તાવ આવે છે. પીએમ મોદીએ માધવસિંહનાં પક્ષને લઈને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું, બોફોર્સ કાંડમાં માધવસિંહ સોલંકીનું રાજીનામુ લઈને બચી ગયા. કોંગ્રેસે નર્મદા યોજના પૂર્ણ કરી હોત તો ગુજરાત આજે કેટલુ આગળ હોત.

વધુમાં પીએમ મોદીએ UPA કાર્યકાળમાં 90 ડેમના કામ અધૂરા પડ્યા હતા, અમે કોંગ્રેસ અધૂરા મુકેલા 90 ડેમના કામ કરી રહ્યા છીએ. કોંગ્રેસની સત્તામાં પાલિતાણાનો ડેમ બન્યો પણ નહેર ન બની. પીએમ મોદીએ કહ્યું, અમને એમ હતું કે ક્યારેક તો કોંગ્રેસ વિકાસનાં નામે ચૂંટણી લડશે.

આ પ્રસંગે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યુ હતુ. અને જણાવ્યુ હતુ કે રાહુલ ગાંધીને મોદી નહિ હું જ હિસાબ આપી દઉ. અને કોંગ્રેસ બુલેટ ટ્રેનની મજાક ઉડાવે છે, વિકાસનાં નામે અત્યારે મજાક ઉડાવાય છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, રાજ્યનાં પ્રભારી ભુપેન્દ્ર યાદવ, પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતનાં પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story