Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર કાપોદ્રા ગામની ગૌચરણની જમીનમાં કેમિકલ વેસ્ટ ઠલવાતા ચકચાર

અંકલેશ્વર કાપોદ્રા ગામની ગૌચરણની જમીનમાં કેમિકલ વેસ્ટ ઠલવાતા ચકચાર
X

અંકલેશ્વર તાલુકાનાં કાપોદ્રા ગામની ગૌચરણની જમીનમાં બેજવાબદાર ઉદ્યોગ દ્વારા કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો.

અંકલેશ્વર તાલુકાનાં કાપોદ્રા ગામની ગૌચરણ જમીનમાં એક જ સપ્તાહમાં સતત ચોથી વખત કેમિકલ વેસ્ટ ડમ્પ કરવામાં આવ્યો છે.જે અંગેની જાણ પ્રકૃતિ સુરક્ષા મંડળને થતા સલીમ પટેલ સહિતનાં સભ્યોએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

સલીમ પટેલે જણાવ્યુ હતુ કે કાપોદ્રા ગામની ગૌચરણની જમીનમાં કોઈક ઉદ્યોગ દ્વારા કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવ્યો છે.અને સતત ચાર વખત થી આ ઘટના બની રહી છે. આ અંગે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ નિગમને જાણ કરવા છતાં જીપીસીબીનાં અધિકારીઓ માત્ર વેસ્ટનાં નમુના લઈને સંતોષમાની રહ્યા છે.

જાહેર જગ્યામાં વેસ્ટ ઠાલવવાની ઘટનામાં જીપીસીબી દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ મંડળ દ્વારા કરવામાં આવી છે.

Next Story