Connect Gujarat
ગુજરાત

જુઓ જેલનાં સળિયા તોડીને આરોપી કેવી રીતે થયો ફરાર

જુઓ જેલનાં સળિયા તોડીને આરોપી કેવી રીતે થયો ફરાર
X

ઝઘડીયા પોલીસ મથક માંથી ચોરીનાં ગુનાનો આરોપી કસ્ટડીનાં સળિયા તોડીને ફરાર થઇ ગયો હતો. જે ઘટનામાં ત્રણ પોલીસકર્મીઓ સામે ફરિયાદ પણ દર્જ કરવામાં આવી છે.

ઝઘડીયા પોલીસ દ્વારા ટીવી ચોરીમાં એક આરોપીની ધરપકડ કરી હતી, જે પોલીસ મથકની કસ્ટડીનાં સળિયા તોડીને ફરાર થઇ જતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. આરોપીની હરકત પોલીસ મથકનાં સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી.

પોલીસ કસ્ટડી માંથી આરોપી શીફત પૂર્વક ભાગી જવાની ઘટનામાં પોલીસ મથકનાં ત્રણ પોલીસકર્મીઓ સામે ફરિયાદ પણ દર્જ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Next Story