Connect Gujarat
દુનિયા

બિઝનેસ કરવો સરળ હોય એવા દેશોની યાદીમાં ભારત 100માં ક્રમે

બિઝનેસ કરવો સરળ હોય એવા દેશોની યાદીમાં ભારત 100માં ક્રમે
X

વિશ્વમાં બિઝનેસ કરવો સરળ હોય એવા દેશોમાં ભારત 130માં ક્રમેથી 100માં ક્રમે પહોંચી ગયુ છે. વર્લ્ડ બેંકે પ્રકાશિત કરેલા 'ડુઇંગ બિઝનેસ 2018: રિફોર્મિંગ ટુ ક્રિએટ જોબ્સ' નામના અહેવાલમાં દાવો કરાયો છે કે, ભારત સરકારે કરવેરા, લાયસન્સ, રોકાણકારોની સુરક્ષા અને નાદારીના કાયદામાં કરેલા ફેરફારોને પગલે બિઝનેસ કરવો સરળ હોય એવા દેશોની યાદીમાં ભારતની સ્થિતિ સુધરી છે.

ભારત સરકારે કરેલા આર્થિક સુધારાના કારણે વિદેશી રોકાણકારો માટે બિઝનેસ ફ્રેન્ડ્લી વાતાવરણ સર્જાયું છે. 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ' રેન્કિંગ નામે ઓળખાતી આ યાદી જાહેર થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, એનડીએ સરકારે તમામ ક્ષેત્રમાં કરેલા સુધારાને પગલે ભારત આ યાદીમાં ઐતિહાસિક છલાંગ લગાવી શક્યું છે. એવી જ રીતે, નાણાં મંત્રી અરુણ જેટલીએ પણ કહ્યું હતું કે, કરવેરા ક્ષેત્રે કરેલા સુધારાને પગલે ભારત ઓછા સમયમાં આટલું આગળ વધી શક્યું છે. આ યાદીમાં ભારત એકમાત્ર દેશ છે જેનું નામ માળખાગત ક્ષેત્રે કરેલા સુધારાના કારણે સમાવાયું છે. વર્ષ 2014માં તો આ યાદીમાં ભારતનો ક્રમ 140મો હતો.

Next Story