Connect Gujarat
દેશ

આધાર વેરિફાય કરેલા મુસાફરો મહિનામાં 12 રેલવે ટિકિટો બુક કરી શકશે

આધાર વેરિફાય કરેલા મુસાફરો મહિનામાં 12 રેલવે ટિકિટો બુક કરી શકશે
X

ભારતીય રેલવેએ આધાર વેરિફાય મુસાફરો માટે IRCTC ઓનલાઇન બુકીંગની મર્યાદા એક મહિનામાં 6 થી વધારીને 12 કરી છે. 26 ઓકટોબરથી અમલી બનેલી આ યોજના એક નવો જ વિચાર છે .જેમાં મુસાફરોને તેમના આધાર કાર્ડ ઓનલાઇન બુકિંગ એકાઉન્ટ સાથે જોડવા પ્રોત્સાહન આપવામાં આવશે.

IRCTCનાં અધિકારીઓએ મિડીયાને જણાવ્યુ હતુ કે મુસાફરો છ સુધીની ટિકિટો આધાર વેરિફાય વગર પણ બુક કરાવી શકે છે. પણ જો ટિકિટો છ કરતા વધારે હોય તો મુસાફરો પૈકીના કોઇપણ એકનો આધાર નંબર IRCTC પોર્ટલ સાથે જોડવો પડશે. IRCTC ના ઉપયોગકર્તાઓએ આધાર કેવાયસી 'માય પ્રોફાઇલ' કેટેગરી પર ક્લિક કરી તેમનો આધાર કાર્ડ નંબર અપડેટ કરવો પડશે. આધાર સાથે જોડાયેલા મોબાઇલ પર વન ટાઇમ પિન પાસવર્ડ મોકલવામાં આવશે. જેને વેરિફાય કરવા માટે એન્ટર કરવો પડશે. ઉપરાંત 'માસ્ટર લિસ્ટ' હેઠળ સાથે મુસાફરી કરી રહેલા મુસાફરો પૈકી એકનો આધાર નંબર અપડેટ કરવો પડશે છે

Next Story