Connect Gujarat
લાઇફસ્ટાઇલ

અંગ્રેજીમાં “સાઈન પોસ્ટ મર્ડર” ગુજરાતીમાં નાટક ‘ધુમ્મસ’ હિન્દીમાં ‘ઈત્તેફાક’

અંગ્રેજીમાં “સાઈન પોસ્ટ મર્ડર” ગુજરાતીમાં નાટક ‘ધુમ્મસ’ હિન્દીમાં ‘ઈત્તેફાક’
X

અંગ્રેજી ફિલ્મ ‘સાઈનપોસ્ટ ટુ મર્ડર’ પરથી વર્ષ ૧૯૬૯માં બી. આર. ચોપરાએ ફિલ્મ બનાવેલી ‘ઈત્તફાક’. યશ ચોપરાનાં દિગ્દર્શનમાં સુપરા સ્ટાર રાજેશ ખન્ના, નંદા, ઈફતખાર અને બિન્દુ અભિનીત.

૪૮ વર્ષના વહાણા વિતી ગયાને ફરી શુક્રવાર તા. ૩ નવેમ્બર, ૨૦૧૭ ના રોજ ‘ઈત્તેફાક’ પ્રસારિત થઈ જે બનાવી ૨૦ કરોડ રૂપિયામાં. શાહરુખ ખાન, કરણ જોહર અને બી. આર. ફિલ્મસે નિર્માણ કરી. અભય ચોપરા દિગ્દર્શક છે, એ નવી ‘ઈત્તેફાક’ના બી. આર. ચોપરાના પૌત્ર છે. ‘ઈત્તેફાક’ એકપણ ગીત વિનાની ફિલ્મ છે. હિન્દી ફિલ્મમાં એક પણ ગીત ન હોય એવી કેટલી ફિલ્મો અત્યાર સુધીમાં બની હશે ! કાનૂન, કલયુગ, પુષ્પક (૧૯૮૭), કોશિષ, જુની ઈત્તેફાક, એક રૂકા હુવા ફેંસલા, ભૂત (૨૦૦૩), બ્લેક (૨૦૦૬), ખોંસલા કા ઘોંસલા (૨૦૦૬), દસ કહાનિયાં (૨૦૦૭) અને અ વેડનેસ ડે (૨૦૦૮).

વિક્રમ શેઠી (સિદ્ધાર્થ મલ્હોત્રા) લેખક છે. એના બે પુસ્તકો પ્રકાશિત થઈ ચુક્યા છે. ત્રીજા પુસ્તકનું લોન્ચિંગ થવાનું છે. પ્રકાશક તેની પત્ની કેથરીન છે. આ પુસ્તક્માં એક રેપ ઘટનાનું વર્ણન છે. જે છોકરી પર બળાત્કાર થયો છે તેને લેખક રૂબરૂ મળી ચુક્યા છે. પુસ્તકમાં એ છોકરીનું સાચુ નામ લખી દેવાતા, મિડીયા છોકરીના ઘરે પહોંચે છે અને પુસ્તક બેસ્ટ સેલર બને છે. છોકરીના પિતા લેખક સામે બદનક્ષીનો કેસ કરે છે. પોલીસ ફરિયાદ કરે છે. પુસ્તક વિમોચનમાં કેથરીન જઈ શકતી નથી અને તેનું મર્ડર થયું એમ માનવામાં આવે છે. બીજી સમાંતરે ચાલતી વાર્તામાં માયા સિંહા (સોનાક્ષી સિંહા)ના પતિનું મર્ડર એના જ ઘર માં થાય છે. ‘કેથરીન’નું મર્ડર વિક્રમે કર્યું છે એમ માની પોલીસ તેને પકડે છે, વિક્રમ ભાગે છે, પોલીસથી બચવા એ માયાના ઘરમાં આશરો લે છે. ત્યાં માયાના પતિનું ખૂન થયું હોય છે, ખૂની તરીકે વિક્રમ પર આરોપ લાગે છે. અક્ષય ખન્ના (ઈન્સપેકટર દેવના પાત્રમાં બન્ને મર્ડર મીસ્ટ્રીના તાણાવાણા ઉકેલતો જાય છે. અને આખરે જે વિક્રમ શેઠીને ડબલ મર્ડરમાંથી નિર્દોષ જાહેર કરેલો તેને શોધી તો નાંખે છે પણ પકડી શકતો નથી.

ફિલ્મની શરૂઆતથી અંત સુધી ખુરશીમાં જકડી રાખે એવી અંગ્રેજીમાં ‘કોઈન્સિડન્સ’, ગુજરાતીમાં ‘યોગાનુયોગ’ અને હિન્દીમાં ‘ઈત્તેફાક’ જોવા જેવી.

Next Story