Connect Gujarat
ગુજરાત

વિધાનસભાનાં ઉમેદવારોની પત્ની કોણ ? અને તેની સંપત્તિ ?

વિધાનસભાનાં ઉમેદવારોની પત્ની કોણ ? અને તેની સંપત્તિ ?
X

વર્ષ ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર પુરુષ હોય, પરણેલો હોય તો તેની પત્નીનું શું નામ ? તેના પતિને જીતાડવાની જવાબદારી કેટલી ? ઉમેદવાર મહિલા હોય, પરણેલી હોય તો તેના પતિનું શું નામ ? તેની પત્નીને જીતાડવાની જવાબદારી કેટલી ?

આટલું લખ્યું એટલે હરેન પંડ્યા નજર સમક્ષ આવ્યા ? મોર્નિગ વૉક કરવા નીકળ્યા હતાં ને ગોળીબાર થયો હતો. તેમના પર પ્રિન્ટ અને વિઝ્યુઅલ મિડીયાએ સમાચાર, સ્ટોરી, ઈન સાઈડ સ્ટોરી ખૂબ ચલાવેલી. તેમના પત્ની મીનાક્ષી પણ મેદાને પડ્યા હતા. એ સમય પણ વહી ગયો.

હવે આપની સાથે છે, વિધાનસભાના ઉમેદવારોનું લીસ્ટ આપને આપના મતવિસ્તારના કોણ ધારાસભ્ય બનવા માંગે છે અને આપ ક્યા પક્ષને વોટ આપશો એમાં સૌથી વધુ રસ છે. જો આપ ગુજરાતના ઈત્તર જિલ્લામાંથી બીજે પેટીયું રળવા આવ્યા છો, તો તમારા વતનમાં તેને ટિકિટ મળે અને તે તમારા કેટલા પરિચયમાં છે એમાં રસ છે. કોકના સગાવહાલાં, સગાના સગા, મિત્રવર્તુળમાં કે તેના સગા સંબંધી, મિત્ર ઉમેદવાર છે તો વાયા વાયા એમનું નામ કાને પડ્યું હશે, મળ્યા હશો તો તે કેવી રીતે જીતશે તેની ચિંતા છે.

સ્માર્ટ ફોન આપની પાસે છે, અઢળક વૉટ્સએપ અને મેસેજીસ મળતા હશે. આપ ક્યા ગૃપમાં છો ? કઈ પાર્ટીને ફોલો કરો છો ? વિરોધ પક્ષની કેટલી ક્લીપીંગ આપને અસર કરે છે કે ડીલીટ કરો છો એનો આધાર વિધાનસભાની ચૂંટણી કોણ બહુમતી લાવશે, કોણ મુખ્યમંત્રી બનશે એની પર છે. ભરૂચ જિલ્લાની પાંચ બેઠકોના ઉમેદવારોની પત્નીનું નામ અને સંપત્તિ આ પ્રમાણે છે.

જંબુસર ભાજપાના ઉમેદવારની પત્નીનું નામ હર્ષિદાબા છત્રસિંહ મોરીની સંપત્તિ રૂ. ૨૪ લાખ ૮૫ હજાર, કોંગ્રેસના ઉમેદવારની પત્નીનું નામ વિલાસ સંજય સોલંકીની સંપત્તિ રૂ. ૯ લાખ ૫ હજાર, અપક્ષ ઉમેદવારના જે પ્રબળ દાવેદાર છે એમની પત્નીનું નામ વસુધા ખુમાનસિંહ વાંસિયાની સંપત્તિ રૂ. ૩૩ લાખ.

વાગરા ભાજપાના ઉમેદવારની પત્નીનું નામ અનુરાધા અરૂણસિંહ રણાની સંપત્તિ રૂ. ૩ કરોડ ૪૧ લાખ ૧૪ હજાર, કોંગ્રેસના ઉમેદવારની પત્નીનું નામ ફરીદા સુલેમાન પટેલની સંપત્તિ રૂ. ૩.૫ કરોડથી વધુ.

ઝઘડિયા ભાજપાના ઉમેદવારની પત્નીનું નામ કમળા રવજી વસાવાની સંપત્તિ રૂ. ૨૯ લાખ, પ્રબળ ઉમેદવાર ભારતીય ટ્રાયબલ પાર્ટીના પત્નીનું નામ સરોજ છોટુભાઈ વસાવા જેઓનો સ્વર્ગવાસ થઈ ચૂક્યો છે.

ભરૂચ ભાજપાના ઉમેદવારની પત્નીનું નામ હેતલ દુષ્યંત પટેલની સંપત્તિ રૂ. ૭૧ લાખ ૨૯ હજાર, કોંગ્રેસના ઉમેદવારની પત્નીનું નામ કલ્પના જયેશ પટેલની સંપત્તિ રૂ. ૪૫ લાખ ૬૫ હજાર.

અંકલેશ્વર ભાજપાના ઉમેદવારની પત્નીનું નામ વર્ષા ઈશ્વરસિંહ પટેલની સંપત્તિ રૂ. ૪૨ લાખ ૪૧ હજાર, કોંગ્રેસના ઉમેદવારની પત્નીનું નામ સુનીતા અનિલ ભગતની સંપત્તિ રૂ. ૧ કરોડ ૯૫ લાખ.

ભૂલ ચૂક લેવીદેવી. મતદાર તારું ભલુ થજો.

  • બિનિતા પુરોહિત (મુંબઈ)

Next Story