Connect Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લાનાં વીર શહીદની દીકરીની મહેનત રંગ લાવી,રહેણાંક માટેનાં પ્લોટ શહીદની પત્નીને ફાળવતું તંત્ર

નર્મદા જિલ્લાનાં વીર શહીદની દીકરીની મહેનત રંગ લાવી,રહેણાંક માટેનાં પ્લોટ શહીદની પત્નીને ફાળવતું તંત્ર
X

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કેવડિયામાં તારીખ 1 ડિસેમ્બરે ચૂંટણી સભા સંબોધવા માટે આવ્યા હતા, તે દરમિયાન BSFનાં શહીદ જવાન અશોકભાઈ તડવીની પુત્રી રૂપલે સુરક્ષા બેરીકેડ તોડીને મુખ્યમંત્રીને પિતા શહીદ થયા બાદનાં લાભો મળતા ન હોવાની રજુઆત માટે જવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસે તેણીને અટકાવી ટીંગાટોળી કરીને બહાર લઈ ગયા હતા.

જે દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર મંચ થી યુવતીની વાત સાંભળવા જણાવ્યુ હતુ. જે પછી તેઓ મળ્યા વિના રવાના થયા હતા. જે સમાચાર મીડિયામાં પ્રસારિત થયા હતા.

જોકે આ વિવાદ ઘેરો બનતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને મુખ્યમંત્રી સામે પ્રશ્નો ઉભા કર્યા હતા, અને તાત્કાલિક અસરથી જ આ શહીદની પત્ની રેખાબેનને રાતોરાત 200 ચોરસ મીટરનો રહેણાંક પ્લોટ ફાળવી આપીને તારીખ 2જી ડિસેમ્બરે કબ્જા રશીદ પણ મામલતદાર ઓફિસનાં સર્કલ ઓફિસરે ફાળવી દીધી હતી.

ઉલ્લખનીય છે કે આ જમીન ફાળવવાનો હુકમ 25 / 9 / 2017નાં રોજ કલેકટરે કર્યો હોવા છતાં પણ માપણીનાં કારણે કબ્જો સોંપાયો ન હતો. જોકે આ અંગે મીડિયામાં અહેવાલો પ્રસારિત થયા બાદ તુરંત રાતોરાત માપણી કરીને પ્લોટ શહીદની પત્નીને સોંપી દેવામાં આવ્યો છે.

વીર શહીદની દીકરીએ કોઈ પણ પરિણામની પરવા વિના જ જે પોતાના હક્ક માટે સંઘર્ષ કર્યો તેના કારણે 14 - 14 વર્ષથી અટકી રહેલા લાભ રાતોરાત તંત્રે આપવો પડ્યો છે.

Next Story