Connect Gujarat
ગુજરાત

ભરૂચ તાલુકા શિક્ષક સંઘ દ્વારા મહિલા પોલિંગ ઓફિસરની નિમણુંકનાં મુદ્દે જિલ્લા ચૂંટણી પંચને આવેદન પાઠવ્યું

ભરૂચ તાલુકા શિક્ષક સંઘ દ્વારા મહિલા પોલિંગ ઓફિસરની નિમણુંકનાં મુદ્દે જિલ્લા ચૂંટણી પંચને આવેદન પાઠવ્યું
X

ભરૂચ તાલુકા શિક્ષક સંઘ દ્વારા ભરૂચની મહિલા પોલિંગ ઓફિસર તરીકે અન્ય વિધાનસભા નિમણુંકના મુદ્દે જિલ્લા ચૂંટણી પંચમાં આવેદન પત્ર પાઠવ્યુ હતું. 272 પોલિંગ બુથ પર 392 શિક્ષિકા બહેનો વાગરા અને જંબુસર વિધાનસભા વિસ્તાર નિમણુંક કરવાના હુકમ થી શિક્ષિકા બહેનોમાં નારાજગી ફેલાય છે.

આગામી 9મીનાં રોજ યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં મહિલા પોલિંગ ઓફિસર તરીકે ભરૂચ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા મહિલા શિક્ષકોને 151 વાગરા વિધાનસભા મત વિસ્તારમાં કામગીરી સોંપવામાં આવી છે, તો 150 જંબુસર વિધાનસભા વિસ્તારમાં પણ કામગીરી સોંપવાના હુકમો કરવામાં આવ્યા છે.

જેના કારણે ભરૂચ તાલુકા શિક્ષણ સંઘમાં નારાજગી જોવા મળી રહી છે.જે હુકમો રદ કરી નજીકની ફરજવાળી જગ્યાએ તેમના હુકમો કરવાની માંગ સાથેનું આવેદન પત્ર ભરૂચ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આપવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે સંઘ પ્રમુખ ઉસ્માનભાઈ કારકુન, ઉપપ્રમુખ મુનાફભાઈ , મંત્રી વિરેન્દ્રસિંહ સોલંકી તેમજ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રચારક મંત્રી હર્ષદ પટેલ તેમજ અન્ય શિક્ષકો ઉપસ્થિત રહી જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યુ હતુ.

Next Story