Connect Gujarat
ગુજરાત

રાહુલ ગાંધીનો સૈનિક હોવાનો ગર્વ છે, ભાજપની તોપ પણ મને હલાવી નહિં શકે, ઈન્દ્રનિલ રાજગુરૂ

રાહુલ ગાંધીનો સૈનિક હોવાનો ગર્વ છે, ભાજપની તોપ પણ મને હલાવી નહિં શકે, ઈન્દ્રનિલ રાજગુરૂ
X

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતી દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજકોટનો કાર્યક્રમ જાહેર થતા ધારાસભ્ય ઈન્દ્રનિલ રાજગુરૂ દ્વારા જંગી જાહેર સભા યોજવાની જાહેરાત કરી હતી.

જે અંતર્ગત તારીખ 3જીએ સાંજે વડાપ્રધાનની સભા શરૂ થાય તે પહેલા જ શહેરનાં ચૌધરી હાઈસ્કુલ ખાતે યોજાયેલ સભામાં જંગી મેદની જોવા મળી હતી.

સભાની અંદર રાજકોટ શહેર કોંગ્રેસનાં ચારેય ઉમેદવાર હાજર રહ્યા હતા. તો સાથો સાથ ઉતરાખંડના પુર્વ મુખ્યપ્રઘાન હરિશ રાવત પણ હાજર રહ્યા હતા. તો તેમની સાથે રાજા બ્રારા કે જેઓ યુથ ઈન્ડિયા કોંગ્રેસનાં પ્રેસિડન્ટ છે.

ઈન્દ્રનિલ રાજગુરૂએ પોતાનાં ભાષણમાં કહ્યુ હતુ કે રાહુલ ગાંધીનો સૈનિક હોવાનો મને ગર્વ છે તેમજ ભાજપની તોપ પણ મને હલાવી નહિં શકે.

ઉલ્લેખનીય છે કે ઇન્દ્રનિલ રાજગુરુનાં ભાઈ પર થયેલા હિંસક હુમલા બાદ ચૂંટણી પ્રચાર વધુ તેજ અને આક્રમક બન્યો છે.

Next Story