Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરનાં યુવાન તબીબનો મતદાન જાગૃતિ માટેનો અનોખો સેવાયજ્ઞ

અંકલેશ્વરનાં યુવાન તબીબનો મતદાન જાગૃતિ માટેનો અનોખો સેવાયજ્ઞ
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પ્રથમ તબક્કાની ચૂંટણી તારીખ 9મી ડિસેમ્બરે યોજાનાર છે, ત્યારે લોકશાહીનાં પર્વમાં મતદારો ઉત્સાહભેર મતદાન કરે તે અંગેનાં પ્રયાસો તંત્ર દ્વારા, તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે,પરંતુ અંકલેશ્વર તાલુકાનાં અંદાડા ગામનાં યુવાન તબીબે મતદાનને પણ સેવાકીય પ્રવૃત્તિ સાથે ઉજવવાનું નક્કી કર્યુ છે.

અંકલેશ્વર તાલુકાનાં અંદાડા ગામ ખાતે પવન સૌરભમાં આવેલ અક્ષર ફિઝિયોથેરાપી એન્ડ સ્પાઇન ક્લિનિકનાં યુવાન તબીબ અલ્પેશ પ્રજાપતિએ કનેક્ટ ગુજરાતનાં સંવાદદાતા યોગેશ પારિક સાથે રાજ્યકીય સંવાદમાં મતદાન જાગૃતિ અંગેની રસપ્રદ ચર્ચા કરી હતી.

ડો.અલ્પેશ પ્રજાપતિએ જણાવ્યુ હતુ કે મતદાનનાં દિવસ જે પણ કોઈ મતદાતા મતદાન કરીને ક્લિનિક પર આવશે તેમને નિઃશુલ્ક તબીબી સારવારનો લાભ આપવામાં આવશે.ડો.અલ્પેશ પ્રજાપતિએ વધુમાં જણાવ્યુ હતુ કે મતદારોએ પોતાનાં ઉજળા ભવિષ્ય માટે મતદાન કરવાનું છે,તેથી કોઈ પણ પ્રકારનાં પ્રલોભનમાં આવીને નહિં પરંતુ મતદારે પોતાની બુદ્ધિશક્તિ પ્રમાણે મતદાન કરવુ જોઈએ , તેમ જણાવીને તેઓએ વધુમાં વધુ મતદાન કરવા માટેની અપીલ કરી હતી.

Next Story