Connect Gujarat
ગુજરાત

નવસારીમાં કમોસમી વરસાદની અસરથી શુગર ફેક્ટરીને ઉત્પાદન પ્રક્રિયા બંધ કરવી પડી

નવસારીમાં કમોસમી વરસાદની અસરથી શુગર ફેક્ટરીને ઉત્પાદન પ્રક્રિયા બંધ કરવી પડી
X

ઓખી વાવાઝોડું મધ્યદરિયે સમાઈ ગયુ હતુ પરંતુ દક્ષિણ ગુજરાતનાં ખડુતોને નુકશાન કરી ગયુ છે, નવસારી જિલ્લાનાં ચીકુ અને શેરડીની ખેતી કરતા ખેડૂતોને નુક્શાન સહન કરવાનો વારો આવ્યો છે.

વરસાદનાં પરિણામે ખેતરમાં ન જઇ શકાય તેવી સ્થિતિનાં કારણે શેરડી અને ચીકુ નિયત સ્થાને પહોંચાડી શકાતા નથી, જ્યારે શેરડીનો ઓછો જથ્થો મળવાનાં કારણે શુગર ફેક્ટરીને બંધ કરવાનો વારો આવ્યો છે. અને આર્થિક નુકશાન થઈ રહ્યું છે જેને લઈ શુગર ફેક્ટરીનાં સંચાલકો પણ ખોટ ખાવા મજબુર બન્યા છે.

આ અંગે ગણદેવી શુગર ફેકટરીનાં એમડી કુમાર આર્ય એ જણાવ્યુ હતુ કે વરસાદનાં કારણે ખેતર માંથી શેરડી કટિંગ કરીને કાઢી નથી શકાતી, જેના કારણે શુગર ફેક્ટરીમાં ઉત્પાદન બંધ કરવું પડયુ છે. અને ખેડુત સહિત ફેક્ટરીને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

Next Story