Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં જળ સંકટનાં વાદળો ઘેરાયા, ઉકાઈ જમણા કાંઠાની નહેર બે મહિના માટે બંધ રહેશે

અંકલેશ્વરમાં જળ સંકટનાં વાદળો ઘેરાયા, ઉકાઈ જમણા કાંઠાની નહેર બે મહિના માટે બંધ રહેશે
X

ઉકાઈ જમણા કાંઠાની નહેર વિભાગ દ્વારા 17 ડિસેમ્બર 2017 થી 12 ફેબ્રુઆરી 2018 સુધી જરૂરી સમારકામને લઈને નહેર બંધ રાખવામાં આવશે. જેનાં કારણે 2 મહિના સુધી પાણી પુરવઠો અંકલેશ્વર અને હાંસોટ તાલુકાને મળશે નહિં.

નહેરોનાં સમારકામનાં કારણે નહેરનાં પાણી પર આધાર રાખતા હાંસોટ, અંકલેશ્વરનાં ખેડુતો ઉપરાંત પાનોલી અને અંકલેશ્વરનાં 1500 થી વધુ ઉદ્યોગોને અસર કરશે એટલું જ નહિ સાથે સાથે નગર અને નોટીફાઈડ તેમજ નોટીફાઈડ વિભાગ દ્વારા આપવામાં આવતા 8 થી વધુ ગામોનાં રહીશો મળી અંદાજીત 1.35 લાખ ઉપરાંત લોકોને પણ અસર કરશે.

અંકલેશ્વર - હાંસોટ તાલુકાનાં ખેડૂતોને સિંચાઈ માટેની મુશ્કેલી સહિત અંકલેશ્વર નગર પાલિકા વિસ્તારમાં રહેતા 80 હજાર થી વધુ લોકોએ પણ પાણીની કરકસર કરવી પડશે. પાલિકા દ્વારા 25 દિવસ બાદ પાણીનો કાપ મુકશે.

[gallery td_select_gallery_slide="slide" ids="37289,37290,37291,37292,37293"]

આ ઉપરાંત અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાં ઉદ્યોગોને આપવામાં આવતા 24 કલાકનાં પાણી પુરવઠા માંથી 12 કલાકનો કાપ મુકવામાં આવશે. તેમજ રહેણાંક વિસ્તારમાં પાણીનો પુરવઠો હવે એકજ સીફ્ટમાં આપવામાં આવશે.

પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા તળાવનાં સંગ્રહ અને પુરવઠોને ધ્યાનમાં રાખીને ધીરે ધીરે કાપ મુકાશે. આ ઉપરાંત જે ઉદ્યોગો પાસે પાણીનાં બોર છે તે ચાલુ કરવા જીપીસીબી મંજૂરી 2 મહિના માટે મેળવી સંબંધિત કંપની બોર વડે પાણી મેળવી શકે તે માટે એ.આઈ. એ દ્વારા પાણીનાં બોર શરુ કરવામાં આવ્યા છે.

અંકલેશ્વરનાં ઉદ્યોગોમાં રોજનાં 25 એમએલડીની પાણીની જરૂરિયાત છે, જ્યારે 8 એમએલડી રોજની રહેણાંક વિસ્તારમાં જરૂરિયાત છે.

Next Story