ભરૂચ જીએનએફસી ચોકડી પાસે રૂ ભરીને પસાર થતા એક ટેમ્પાએ પલ્ટી ખાતા ટ્રાફિકની સમસ્યા સર્જાય હતી.

ભરૂચ જીએનએફસી ચોકડી પાસે થી એક ટેમ્પો રૂનો જથ્થો ભરીને પસાર થઇ રહયો હતો, તે સમયે અચાનક ટેમ્પો પલ્ટી ખાઈ જતા રૂનો જથ્થો માર્ગ પર પથરાય ગયો હતો.

સર્જાયેલા અકસ્માતને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય હતી, જોકે સ્થાનિક લોકોએ ટેમ્પાને ઉભો કર્યો હતો. સદ્દનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની પહોંચી નહોતી.

LEAVE A REPLY