લેખક જય વસાવડાએ તેમના નામથી ખોટી પોસ્ટ વાયરલ કરનાર સામે નોંધાવી પોલીસ ફરિયાદ

390

અમદાવાદનાં એક પત્રકારે પોતાનાં ફેસબુક પેઈજ પર ભાજપ વિરુધ્ધ લેખ લખી ટીપ્પણીઓ કરી હતી, જે પોસ્ટને કોપી કરી ત્યારબાદ પોસ્ટમાં આગળ જાણીતા લેખક જય વસાવડાનાં નામે સોશિયલ મિડિયામાં વાયરલ કરવામાં આવી હતી.

વાયુ વેગે વાયરલ થયેલ આ પોસ્ટ અંગે જય વસાવડાને માલુમ થતા તેમને રાજકોટનાં માલવીયા નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને તેમને લોકોને અપીલ કરી હતી કે કોઈ ખોટા મેસેજ વાંચ્યા વગર સોશિયલ મિડીયામાં વાયરલ કરવા ન જોઈએ.

જોકે હાલ માલવીયા નગર પોલીસે ફરિયાદ નોંધી સાયબર સેલની મદદ લઇ આ પોસ્ટ કોને મૂકી છે અને કોના દ્વારા આ પોસ્ટમાં ખોટા નામનો ઉપયોગ કરી છેતરપિંડી કરવામાં આવી છે, તે અંગે તપાસ શરુ કરી છે.

LEAVE A REPLY